અમદાવાદ: દિલ્હીની કોર્ટે 5 હજાર કરોડથી વધુ રકમની બેંક લોન છેતરપિંડી કૌભાંડમાં સંડોવાયેલા રણજિત મલિક ઉર્ફે જોનીના ત્રણ દિવસના રિમાન્ડ લંબાવ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલના નિવાસસ્થાને 25 લાખ મોકલ્યા હોવાનો જોનીએ એકરાર કર્યો હતો. રણજિત મલિક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે. ઈડીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, રણજિતે એવું કહ્યું હતું કે, રાકેશ ચંદ્ર નામની વ્યક્તિ મારફતે તેણે અહેમદ પટેલના 23, મધર ટેરેસા ક્રેસેન્ટ ખાતેના નિવાસસ્થાને આ રકમ મોકલી હતી. આ મુદ્દે કોંગ્રેસના નેતાએ કહ્યું કે, આ વિશે હું કાંઈપણ જાણતો નથી. કાયદાને તેનું કામ કરવા દો. પબ્લિક પ્રોસિક્યૂટર નિતેશ રાણાએ કરેલી અરજી અંગે કોર્ટે કહ્યું કે, આરોપીને વધુ 3 દિવસની કસ્ટોડિયલ પૂછપરછ માટે મોકલી આપવામાં આવે.