Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » life stroy of gujarat ex chief minister keshubhai patel on his 90th birthday

કેશુબાપાએ પોપટીયાવાડમાં પડકાર્યો'તો ડોન લતિફને, 15ની વયે ચલાવતા ફ્લોર મિલ

Divyabhaskar.com | Updated - Jul 25, 2018, 04:46 PM

મચ્છુ 1 ડેમના ચણતરકામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા

  • life stroy of gujarat ex chief minister keshubhai patel on his 90th birthday
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    મચ્છુ 1 ડેમના ચણતરકામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા

    અમદાવાદઃ આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ 90 વર્ષના થયા છે. બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. માત્ર એટલું નહીં તેમણે અમદાવાદના ડોન લતિફના તેના હોમગ્રાઉન્ડ એવી પોપટીયાવાડમાં જઈ પડકાર્યો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો છે.

    મચ્છુ 1ના નિર્માણ સમયે સાઈટ પર અનાજ દળવાની ઘંટી ચલાવતા

    વર્ષ 1943માં નિર્માણ પામેલા મચ્છુ 1 ડેમના ચણતરકામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા.

    જ્યાં પોલીસ જતા ડરતી ત્યાં ગયા હતા કેશુભાઈ


    લતિફના ગઢ એવી પોપટીયાવાડ પોલીસ પણ દરોડા પાડી શક્તી નહોતી અને બિનમુસ્લિમ તે વિસ્તારમાં પ્રવેશવાની હિંમત કરતા નહોતા. પરંતુ લોકોના મનમાંથી લતીફનો ડર દૂર કરવા ભાજપે પોપટિયાવાડમાં જ લોકદરબાર યોજવાનું નક્કી કર્યું હતું. કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિશ્વાસમાં લઈને ભાજપે કેશુભાઈની હાજરીમાં પોપટિયાવાડમાં લોકદરબાર યોજ્યો અને તેને ખૂબ સફળતા મળી હતી. અહીંથી ભાજપને ચૂંટણીનો મુદ્દો મળ્યો અને 1995ની ચૂંટણીઓ લતિફને ગુંડાગીરી અને આતંકનો એક ચહેરો બનાવી ભાજપે કોંગ્રેસ સામે આક્રમક પ્રચાર કર્યો હતો.

    કેશુભાઈના નેતૃત્વમાં બીજેપીએ પહેલીવાર સત્તા સ્વાદ ચાખ્યો

    1990માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 જ બેઠકો વધારે મળતાં તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-2 બન્યા હતા. પરંતુ ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં એકલે હાથે ભાજપને 121 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.

    આગળ જાણો 17ની વયે RSSમાં જોડાવાથી લઈ મુખ્યમંત્રી બનવા સુધીની સફર અને પરિવાર અંગેની વિગતો

  • life stroy of gujarat ex chief minister keshubhai patel on his 90th birthday
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    કેશુભાઈ પટેલ 1945માં 17ની વયે રાષ્ટ્રીય સ્વયસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા

    17ની વયે જોડાયા આર.એસ.એસ.માં

     

    કેશુભાઈ પટેલ 1945માં 17ની વયે રાષ્ટ્રીય સ્વયસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. ત્યાર બાદ વર્ષ 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર્તા તરીકે જોડાઈને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તેમજ કટોકટી કાળ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. કેશુભાઈ 1977માં રાજકોટથી લોકસભા ચૂંટણી લડ્યાં.
     ત્યાર બાદ તેમણે 1978થી 1980 દરમિયાન બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં કૃષિમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી.  


    વર્ષ 1978થી 1995 દરમ્યાન બાપા કાલાવડ, ગોંડલ અને વિસાવદર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. આ દરમિયાન વર્ષ 1980માં જનસંઘનું વિલીનીકરણ થતા તેઓ નવી બનેલી બીજેપીમાં વરિષ્ઠ આયોજકની ભૂમિકામાં ઉભરી આવ્યા. કેશુભાઈએ નેશનલ કોંગ્રેસ સામે ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી અને પરિણામે 1995માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવી. 

  • life stroy of gujarat ex chief minister keshubhai patel on his 90th birthday
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    1995માં પહેલીવાર ચૂંટણી જીત્યા બાદ ડાબેથી કાશીરામ રાણા, કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી

    1995માં બન્યા ગુજરાતના 10માં મુખ્યમંત્રી

     

     

    કેશુભાઈ માર્ચ-1995માં ગુજરાતનાં 10માં મુખ્યમંત્રી બન્યા. પરંતુ કેશુભાઈનાં તે સમયના સાથી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા કેશુભાઈએ 8 મહિનામાં રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યાર બાદ 1998માં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને તેઓ મુખ્યમંત્રી બન્યા. 

     

     

    ભૂકંપે લઈ લીધી બાપાની ખુરશી


    ત્યાર બાદ 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભૂકંપ આવ્યો અને ઓક્ટોબર 2001માં સત્તાના દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને ભૂકંપમાં નબળી રાહત કામગીરીના આરોપ બદલ કેશુભાઈએ રાજીનામું આપી દીધું. કેશુભાઈના રાજીનામાને પગલે ભાજપ હાઈકમાન્ડે કેશુભાઈના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન બનાવ્યા હતા.

  • life stroy of gujarat ex chief minister keshubhai patel on his 90th birthday
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    1998માં બીજીવાર મુખ્યમંત્રી બન્યા બાદ કેશુભાઈ પટેલ

    2012માં કરી જીપીપી સ્થાપના

     

     

    2002માં તેઓ વિધાનસભા ચૂંટણી ન લડ્યાં અને રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા. ત્યાર બાદ ભાજપમાંથી રાજીનામુ આપી કેશુભાઈએ ઓગસ્ટ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી(જીપીપી) ની રચના કરી અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેઓએ વિસાવદર બેઠક પરથી જીત મેળવી.

     

    જો કે માત્ર બે વર્ષના સમયગાળામાં તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું. ત્યાર બાદ વર્ષ 2014ની શરૂઆતમા જ જીપીપીના અધ્યક્ષ પદેથી પણ રાજીનામું આપી રાજકીય સંન્યાસ લીધો. જોકે હાલ તેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

  • life stroy of gujarat ex chief minister keshubhai patel on his 90th birthday
    કેશુભાઈને મીઠાઈ ખવડાવી રહેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી

    પરિવાર

     

    કેશુભાઈના અંગત જીવનની વાત કરીએ તો તેમણે લીલા બેન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓ પાંચ પુત્ર અને એક પુત્રીના પિતા બન્યા હતા. કેશુભાઈનાં પત્ની લીલાબેન પટેલ તેઓના ગાંધીનગર ખાતેના ઘરમાં એક્સરસાઈઝ રૂમમાં શોર્ટ સર્કિટ થતા વર્ષ 2006માં મૃત્યુ પામ્યા હતા. જ્યારે ગત વર્ષે તેમના પુત્ર પ્રવીણ પટેલનું નિધન થઈ ગયું હતું. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ