સ્વતંત્રતા દિવસે જન્મ્યા છે ખેડૂત પુત્ર પરેશ ધાનાણી, 26 વર્ષે બન્યા હતા પહેલીવાર MLA

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ આજે ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસના યુવા નેતા પરેશ ધીરજલાલ ધાનાણી 42 વર્ષના થઈ ગયા છે. પરેશ ધાનાણીનો જન્મ સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ 1976ના રોજ અમરેલીમાં થયો હતો. તેઓ પહેલીવાર 26ની વયે 2002માં ધારાસભ્ય બન્યા હતા.

 

2000થયા બી.કોમ, 1.15 કરોડની છે સંપત્તિ


પરેશ ધાનાણીએ 2017 વિધાનસભા ચૂંટણી સમયે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલી એફિડેવિટમાં પોતાના વ્યવસાય તરીકે ખેતી અને સામાજિક કાર્ય દર્શાવ્યું છે. તેમણે 2000માં બી.કોમની ડિગ્રી મેળવી હતી. જ્યારે તેમની પાસે કુલ રૂ. 1.15 કરોડથી વધુની સંપત્તિ છે.  

 

(અક્ષરધામ હુમલામાં આતંકીની AK-47ની ગોળી ખાનારા IPSને મળ્યા 3 રાષ્ટ્રપતિ મેડલ)

 

ફેમિલી

 

 

પરેશ ધાનાણીના પિતાનું નામ ધીરજલાલ ધાનાણી છે, જ્યારે પત્નીનું નામ વર્ષાબેન ધાનાણી છે. તેઓ સંસ્કૃતિ અને પ્રણાલી નામની બે પુત્રીઓના પિતા  છે. ખેડૂત પુત્ર એવા ધાનાણીને ખેતી કરતાં પણ આવડે છે. માત્ર એટલું જ નહીં, ભેંસો પણ દોહી લે છે અને ભજીયા પણ તળી જાણે છે.

 

આગળ જાણો પરેશ ધાનાણીની રાજકીય સફર અને સામાજિક કાર્યો અંગેની વિગતો