આપઘાત / અમદાવાદમાં ત્રણ બિલ્ડરે 2 ફ્લેટ, રૂ.18 લાખની ઠગાઈ કરતા લેબર કોન્ટ્રાક્ટરનો ગળાફાંસો, સ્યૂસાઈડ નોટ મળી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • મૃતક ખોડાભાઈ પરમારે પોલીસ કમિશનરને સંબોધી સ્યૂસાઈડ નોટ લખી

 

 

divyabhaskar.com

Jan 12, 2019, 10:25 AM IST

અમદાવાદઃ જૂના વાડજના પૃથ્વી એપાર્ટમેન્ટમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર ખોડાભાઈ પરમારે બિલ્ડરના ત્રાસને કારણે ગળાફાંસો ખાતા વિવાદ સર્જાયો છે. મૃતકની સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ મુજબ, ત્રણ બિલ્ડરો એવા ઈમાદ ટાવરના બિલ્ડર્સ જેકીભાઈ તથા ફઝલ ભાઈ મેમણ અને શેખરભાઈ અર્ચી( સંચાલક-દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીધામ) )એ તેની સાથે બે ફ્લેટ અને 18 લાખ રૂપિયાની   છેતરપિંડી કરતા તેણે આ આત્યંતિક પગલું ભર્યું છે. હવે આ બિલ્ડરો સામે કાયદેસરની કાર્યવાહીની માગ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઈનકાર કર્યો છે.

લેબર કામના પૈસાને બદલે બે ફ્લેટ આપવાના હતા

1. ફ્લેટના દસ્તાવેજો માટે 4 વર્ષથી ધક્કા ખાઈ થાક્યો છું: સ્યૂસાઈડ નોટ
મૃતક ખોડાભાઈ પરમારની સ્યૂસાઈડ નોટ મુજબ, ઈમાદ ટાવરના બિલ્ડર્સ જેકીભાઈ તથા ફઝલ ભાઈ મેમણ અને શેખરભાઈ અર્ચી(દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીધામ) પોલીસ કમિશનર સાહેબ મેં 2014માં ઈમાદ ટાવરનું લેબર કામ કર્યું હતું અને તેના બિલ પેટે પૈસા લેવાના હતા. પરંતુ પૈસા ન આપતા ઈમાદ ટાવરમાં બ્લોક નંબર 903નો ફ્લેટ મારી મિસિસ પરમાર પારૂલબેન ખોડાભાઈના નામે એલોટ કર્યો અને બીજો ફ્લેટ પરમાર ખોડાભાઈ પ્રેમજી ભાઈના નામે એલોટ કર્યો. જેના દસ્તાવેજ બનાવવા છેલ્લા ચાર વર્ષથી ધક્કા ખાઈને થાકી ગયો છું. આ બન્ને ફ્લેટની ફાઈલ પણ મારી પાસે છે. 
 
2. દિલ્હી પબ્લિક સ્કૂલમાં કામ પેટે 18 લાખ રૂપિયા લેવાના છે
તેમજ મહેસાણા હાઈવે પર ખેરપુર રોડ પર દિલ્હી પબ્લિક સ્કૂલમાં કામ પેટે 18 લાખ રૂપિયા લેવાના છે. તે પણ આપ્યા નથી. હું વ્યાજભરીને થાકી ગયો છું. રાજેશ, ભાવના, નીતિન, પ્રાચી, સોનલ ઉપેન તથા પારૂલ તારી મમ્મીનું ધ્યાન રાખજો, જય માતાજી
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી