ટોલ ફ્રી નંબર / ગુજરાતભરમાં કરૂણા અભિયાનના આરંભ, ટોલ ફ્રી નંબર 1962થી પક્ષી-પંખીઓનું રેસ્ક્યૂ અને સારવાર

DivyaBhaskar.com | Updated - Jan 11, 2019, 05:12 PM
karuna helpline for bird and animal during uttarayan celebration
X
karuna helpline for bird and animal during uttarayan celebration

  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદથી શરૂઆત કરાવી
  • પતંગોત્સવમાં દર વર્ષ 20 હજાર અબાલ જીવોને બચાવાય છે

અમદાવાદ: પતંગની મજા પશુ પક્ષીઓ માટે મોતની સજા બની જાય છે. ત્યારે તેના રેસ્ક્યૂ અને સારવાર માટે ગુજરાતભરમાં ટોલફ્રી નંબર 1962 શરૂ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યવ્યાપી કરૂણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.


રૂપાણીએ ગુજરાતને અહિંસક બનાવવાની નેમ વ્યક્ત કરી


વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં એકમાત્ર ગુજરાત એવું રાજ્ય છે કે જે પક્ષીઓની પણ મનુષ્ય જેટલી જ ચિંતા કરી કાળજી લે છે. ઉત્તરાયણમાં પતંગની દોરીથી અનેક અબોલ પક્ષીઓ ઘાયલ થાય છે, આવા પક્ષીઓનો જીવ બચાવી અહિંસક અને કરૂણાસભર ગુજરાત બનાવવાની નેમ છે.


સરકારી વિભાગ અને એનજીઓ જોડાશે


વન વિભાગ, પશુપાલન વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે પક્ષીઓ માટે કાર્યરત એન.જી.ઓ. પણ જીવ દયાના આ મહાયજ્ઞમાં જોડાવાના છે. 

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App