તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદની આ સ્કૂલમાં કુંડળીના આધારે વિદ્યાર્થીને અપાય છે પ્રવેશ | Kandali Is Needed For Admission To Hemchandracharya Sanskrit School

અમદાવાદની આ સ્કૂલમાં કુંડળીના આધારે વિદ્યાર્થીને અપાય છે પ્રવેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ સાબરમતીની હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ માટે કોઈ સર્ટિફિકેટની નહીં પણ કુંડળીની જરૂર પડે છે. બાળકની કુંડળીમાં અભ્યાસના સારા યોગ હોય તો જ પ્રવેશ મળે છે. 10 વર્ષથી ચાલતી આ પાઠશાળામાં અત્યાર સુધીમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચુક્યા છે. જે પૈકી અહીંનો વિદ્યાર્થી મેથ્સની ઈન્ટરનેશનલ કોમ્પિટીશનમાં વર્લ્ડ ચેમ્પિયન બની ચુક્યો હોવાથી હાલ અહીં પ્રવેશ માટે 100થી વધુ વિદ્યાર્થીઓનું વેઈટિંગ છે. 

 

શાસ્ત્રોથી માંડી સ્કૂલમાં ભણાવાતા તમામ વિષયોનો અભ્યાસ

અહીં શાસ્ત્રો, સંગીત-નૃત્ય, ચિત્ર, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્રથી માંડી ગણીત, ઈતિહાસ, ભુગોળ અને એકાઉન્ટ જેવા વિષયો ભણાવાય છે. 

 

કુંડળીમાં ગુરુ-બુધનો સંબંધ નક્કી કરે છે પ્રવેશ

સંચાલક અખિલ શાહ કહે છે, કુંડળીમાં ગુરુ-બુધના સંબંધ શુભ હોય તો વિદ્યાભ્યાસનો અને શુક્ર-ચંદ્રનો શુભ સંબંધ હોય તો કળાઅભ્યાસનો સારો યોગ ગણાય છે. 

 

2.3 મિનિટમાં 70 દાખલા ગણવાનો વિક્રમ સર્જેલો

અહીંના વિદ્યાર્થી તુષાર તલાવટે મેથ્સની ઈન્ટરનેશનલ સ્પર્ધામાં માત્ર 2 મિનિટ 3 સેકન્ડમાં જ મેથ્સના 70 દાખલા ગણીને વિક્રમ સર્જ્યો હતો.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...