તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢના મુક્તાનંદબાપુના સૂચનને અનુસરી PIએ ફાર્મહાઉસને બનાવ્યું વૃધ્ધોનું આશ્રયસ્થાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: પોલીસ ઈન્સ્પેક્ટરે 10 વીઘા જમીનમાં ફાર્મહાઉસમાં બંગલો બનાવ્યો હતો. જેની વાસ્તુપૂજામાં જૂનાગઢના મુક્તાનંદ બાપુ સહિતના સંત મહંતો પધાર્યા હતા. આ જગ્યા જોઇને બાપુએ પીઆઈને કહ્યું કે આ જગ્યા બહુ જ સારી, વિશાળ છે, તેનો ઉપયોગ લોકો માટે થાય તો બહુ સારુ, તેમ કહીને બાપુએ આ જગ્યા ઉપર વૃદ્ધાશ્રમ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે પીઆઈએ પણ1 જ વર્ષમાં બાપુની ઈચ્છા પૂરી કરીને ફાર્મ હાઉસમાં વૃદ્ધાશ્રમ, ગૌશાળા, મંદિર અને જિનાલય બનાવીને લોકોની સેવા શરૂ કરી હતી. એ વાતને આજે 23 વર્ષ થયા છે, આજે પણ આ પીઆઈ, પત્ની, દીકરા અને વૃદ્ધ પિતા સાથે આ જ જગ્યામાં વૃદ્ધો સાથે રહીને તેમની સેવા કરે છે.

 

જૂનાગઢના મુક્તાનંદ બાપુની ઇચ્છા પૂરી કરી

 

આ વાતને પોલીસ ઈન્સ્પેક્ટર અર્જુનસિંહ સબલસિંહ રાઠોડે પેથાપુરમાં બનાવેલા કૈલાસધામ નામના વૃદ્ધાશ્રમમાં આજે પણ પત્ની કૈલાસબહેન, દીકરા વિજયસિંહ અને પિતા સલબસિંહ સાથે રહીને વૃદ્ધોની સેવા કરે છે. આ અંગે વાત કરતા અર્જુનિસંહે જણાવ્યું હતું કે વાત છે 1990માં મારુ પોસ્ટિંગ જૂનાગઢમાં થયું, ત્યાં મુક્તાનંદ બાપુ ખૂબ સેવાકીય કામ કરતા હતા, તેઓ સવાર સાંજ ભંડારો કરીને ગરીબ લોકોને જમાડતા, ગૌશાળાઓ ચાલતી, વૃદ્ધાશ્રમ ચાલતા, ગરીબોને મફતમાં સારવાર-ઓપરેશન કરાવતા, ગરીબ બાળકોને મફતમાં સ્કૂલમાં ભણાવતા.


બાપુના સેવાકીય કામોથી અભિભૂત થયેલા અર્જુનસિંહે તેમને પગે લાગીને આશીર્વાદ લીધા અને બસ તે દિવસથી તેમના રસ્તે ચાલવાનું નક્કી કરી લીધું. ત્યારબાદ 1995 માં અર્જુનસિંહે ગાંધીનગરના પેથાપુરથી મહુડી તરફ જતા રોડ ઉપર દોઢ કિલો મીટર દૂર 10 વીઘા જમીન લીધી અને ત્યાં ફાર્મહાઉસ અને બંગલો બનાવ્યો હતો. જેની વાસ્તુપૂજામાં મુક્તાનંદ બાપુ સહિતના સંત મહંત પધાર્યા હતા. આટલી વિશાળ જગ્યા જોઇને મુક્તાનંદ બાપુના મનમાં વિચાર આવ્યો કે આ જગ્યાનો ઉપયોગ સત્કાર્યો માટે થાય તો બહુ સારૂ. હાલમાં કૈલાસ ધામમાં 104 વડીલો રહે છે અને 350 માણસોનું અન્નક્ષેત્ર ચાલે છે. ઉપરાંત ગૌશાળામાં 30 ગાયો પણ રાખી છે.