તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોટી ફાંદ અને વધુ વજન ધરાવતા 30 પોલીસ કર્મચારીને કમિશનરની નોટિસ | Joint Police Commissioner's Notice To Overweight 30 Police Personnel

મોટી ફાંદ અને વધુ વજન ધરાવતા 30 પોલીસ કર્મચારીને કમિશનરની નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: શહેરના જોઇન્ટ કમિશનર અશોક યાદવે સ્માર્ટ પોલીસ અંતર્ગત બુધવારે અને ગુરુવારે બે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જેમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં 5 અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં 25  પોલીસ અધિકારીને પેટ ઓછું કરવાની તેમજ વજન ઉતારવાની નોટિસ ફટકારી હતી. બે દિવસમાં કુલ 30 પોલીસ અધિકારીને નોટિસ ફટકારી હતી.શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર અશોક યાદવે નવેમ્બર 2017 અને 2018 માં સ્માર્ટ પોલીસ અંતર્ગત  સેક્ટર-2 વિસ્તારના પોલીસ સ્ટેશનની વિઝિટ કરી હતી જેમાં મોટું પેટ અને વધારે વજન ધરાવતા પોલીસ અધિકારીઓને પેટ ઓછું કરવા માટે  અને વજન ઉતારવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.

 

 

સ્માર્ટ પોલીસ યોજના હેઠળ કાગડાપીઠ અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં કવાયત હાથ ધરાઈ હતી

 

આ નોટિસ કુલ 97 પોલીસ અધિકારીને ફટકારવામાં આવી હતી. નોટિસ ફટકાર્યા બાદ પોલીસ અધિકારીઓએ  પોતાનું પેટ ઘટાડીને  6થી 8 મહિનામાં જોઇન્ટ કમિશનરને રિર્પોટ જમા કરાવવા જણાવાયું હતું જેમાંથી એક પણ પોલીસ અધિકારીએ દ્વારા હજુ રિપોર્ટ જમા કરાવાયો નથી. ત્યારે જોઇન્ટ કમિશનર બુધવારે અને ગુરુવારે મિશનહેલ્થની બે પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી હતી. જેમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એઅેસઆઇ તેમજ કોન્સ્ટેબલ સહિત કુલ 5 લોકોને નોટિસ ફટકારી હતી. જ્યારે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં 25 લોકોને નોટિસ ફટકારવામાં આવી કુલ બે દિવસમાં બે પોલીસ સ્ટેશનમાં મોટી ફાંદ વાળા 30 પોલીસ અધિકારીને નોટિસ ફટકારવામાં આવી હતી.

 

અગાઉ આટલા પોલીસકર્મીને નોટિસ અપાઈ હતી

 

 

પોલીસ સ્ટેશનPSIઅન્ય કર્મી
શાહીબાગ19
ઓઢવ-06
બાપુનગર29
ખોખરા19
ઇસનપુર-010
જીઆઇડીસી વટવા112
મેઘાણીનગર-1
સરદારનગર-9
કાગડાપીઠ-013
નરોડા25
અમરાઇવાડી-04