તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણ હટાવ ઝૂંબેશઃ નાના ચીલોડામાં AMC અને પોલીસે સંયુક્ત રીતે કર્યું ડિમોલિશન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દોઢેક મહીનાના વિરામ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીવાર જોરશોરથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ - Divya Bhaskar
દોઢેક મહીનાના વિરામ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીવાર જોરશોરથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ

અમદાવાદઃ દોઢેક મહીનાના વિરામ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીવાર જોરશોરથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે એએમસી અને પોલીસે સંયુક્ત રીતે નાના ચીલોડામાં ડિમોલિશનની કાર્યવાહી કરી હતી. આ દરમિયાન મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો પણ ખડકીને ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા.

 

દૂર કરાયેલા દબાણો પૂર્વવત થતા AMCએ શરૂ કર્યું ડિમોલિશન પાર્ટ-2

 

શહેરમાં રોડ પરના અગાઉ દૂર કરાયેલા દબાણો પૂર્વવત થઇ ગયા હતા. તેની સામે મ્યુનિસિપલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉદભવ્યા હતા. જેને લઇને 4 ઓક્ટોબરના રોજ એકસામટા ત્રણ ઝોનમાં પોલીસ બંદોબસ્ત સાથે મોટાપાયે દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. આ પહેલા 4 ઓક્ટોબરના રોજ શહેરમાંથી કોમર્શિયલ શેડ પ્રકારના કુલ 202 દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. લારી-ગલ્લા-ઓટલાના દબાણો મળીને કુલ 500 દબાણ હટાવામાં આવ્યા હતા.


મધ્ય ઝોનમાં 94 દબાણ હટાવ્યા

 

મધ્ય ઝોનમાં શાહપુર વિસ્તારમાં દિલ્હી દરવાજાથી દધીચી બ્રિજ સર્કલ સુધીના રોડ પરના આશરે 94 દબાણો હટાવાયા હતા. જેમાં 1,5૦૦ મીટરનો રોડ ખૂલ્લો કરાયો હતો. ઉત્તર ઝોનમાં નરોડા જીઇબી ઓફિસથી નરોડા-દહેગામ રોડ પરના તેમજ વિઠ્ઠલ પ્લાઝા થઇને હરિદર્શન ચાર રસ્તા થઇ નરોડા સુમતીનાથ શાકમાર્કેટ સુધીના કાચા-પાકા તેમજ રોડ પરના લારી-ગલ્લા શેડના દબાણો તોડી પડાયા હતા.

 

નરોડામાં આશરે 4૦ જેટલા દબાણો તોડવામાં આવ્યા

 

નરોડામાં સાડા ચાર કિ.મી વિસ્તારમાં આશરે 4૦ જેટલા દબાણો તોડી પડાયા હતા. વટવામાં સાધના નગર ઇડબલ્યુએસ ક્વાટર્સમાંના પણ દબાણો તોડી પાડીને કેટલાક એકમોને સીલ કરી દેવાયા હતા. ઠક્કરબાપાનગર, બાપુનગર એએમટીએસ બસ સ્ટેન્ડ પાસેના પણ દબાણો હટાવાયા હતા.

 

પશ્ચિમ ઝોનમાં 45 શેડ અને શો રૂમ હટાવ્યા

 

પશ્ચિમ ઝોનમાં નવરંગપુરા વોર્ડમાં જુની પાસપોર્ટ ઓફિસથી પંચવટી તરફ તથા બીએસએનએલ ચાર રસ્તાથી ગુલબાઇ ટેકરા પોલીસ ચોકી સુધીના 1 કિ.મી.ના રોડ પરના દબાણો તોડી પડાયા હતા. જેમાં 45 શેડ અને 4 ઓટલાનો સમાવેશ થાય છે. ગોમતીપુર વોર્ડમાં ગેરકાયદે શો-રૂમ તોડી પડાયો હતો.

 

ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 240 ગેરકાયદેસર બાંધકામો દૂર કર્યા 

 

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સુરધારા સર્કલ થઇને સત્તાધાર ચાર રસ્તા પ્રભાતચોક થઇને કે.કે.નગર રોડ થઇ ઉમિયા હોલ, ચાંદલોડીયા બ્રિજ થઇને વંદેમાતરમ ચાર રસ્તા પરના કુલ 181દબાણો હટાવાયા હતા.દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ઇસ્કોન મંદિર થઇને બોપલ આંબલી રોડ પરના 59 દબાણોને પણ ઝપટમાં લેવાયા હતા. મ્યુનિ.તંત્રના અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રાફિકના પ્રશ્ને રોડ પરના  દબાણો હટાવવાની કામગીરી યથાવત રખાશે.

 

(મેટ્રોસિટીઃ અમદાવાદમાં 2020 સુધીમાં દોડશે મેટ્રોરેલ, જાન્યુઆરીમાં ટ્રાયલ રન)