1

Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » jignesh mevani and alpesh thakor not join hardik patels patidar anamat andolan

હાર્દિકના અનામત આંદોલનમાં નહીં જોડાય જીજ્ઞેશ મેવાણી-અલ્પેશ ઠાકોર

Divyabhaskar.com | Last Modified - Jul 09, 2018, 01:19 PM IST

અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી કે,અમે હાર્દિકના આંદોલન જોડાવાના નથી

  • jignesh mevani and alpesh thakor not join hardik patels patidar anamat andolan
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    હાર્દિકના આંદોલનમાં જોડાવાની અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીએ સ્પષ્ટ ના પાડી દીધી

    અમદાવાદ: હાર્દિક પટેલે 25 ઓગસ્ટથી ફરી એકવાર પાટીદાર અનામત મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. માત્ર એટલું જ નહીં, તેની સાથે સાથે અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી પણ જોડાવવાના હોવાની જાહેરાત કરી હતી. પરંતુ આ મામલે અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી કે, અમે હાર્દિકના આંદોલન જોડાવાના નથી. પરંતુ અમારી શુભેચ્છા તેની સાથે રહેશે.

    (અ'વાદઃ સેટેલાઈટ ગેંગરેપ મામલે આજે ત્રણેય આરોપીઓના નાર્કો ટેસ્ટ)

    પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે પાટીદારોને અનામત આપવાના મુદ્દે 25 ઓગસ્ટથી અમદાવાદમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની ઘોષણા કરી હતી. તેમજ પાટીદાર અનામત આંદોલનને ઓબીસી આગેવાન અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને દલિત નેતા તથા અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ ટેકો આપીને આંદોલનમાં જોડાશે, એવી જાહેરાત હાર્દિક પટેલે કરી હતી.

    હાર્દિકના આંદોલનમાં જોડાવાનો સવાલ જ નથીઃ અલ્પેશ ઠાકોર

    આ અંગે divyabhaskar.comએ અલ્પેશ ઠાકોરનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, બંધારણ મુજબ તમામને અધિકાર મળે એવી વ્યવસ્થા સરકારે ગોઠવવી જોઈએ. પરંતુ હાર્દિક પટેલના આંદોલનમાં જોડાવા મામલે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે, હાર્દિકના આંદોલનમાં જોડાવાનો સવાલ નથી. આમ છતાં અમારી શુભેચ્છાઓ તેની સાથે હશે.

    આંદોલનને શુભકામના, પણ સાથે નહીં બેસુંઃ મેવાણી

    આ જ મુદ્દે જીજ્ઞેશ મેવાણીએ divyabhaskar.comને જણાવ્યું હતું કે, મગરની ચામડી વાળી આ સરકાર સામે ઉપવાસ આંદોલનની જરૂર નથી. પરંતુ લડાઈની જરૂર છે. હાર્દિકના આંદોલનને અમારી પણ શુભકામના છે. હાર્દિક સાથે આંદોલનમાં સાથે બેસવા મુદ્દે મેવાણીએ નનૈયો ભણી વધુ કંઈ કહેવાનું ટાળ્યું હતું.

    આગળ જાણો મેવાણી અને અલ્પેશ ઠાકોરે આંદોલનમાં જોડાવાની ના પાડ્યા બાદ હાર્દિક પટેલે શું કહ્યું તે અંગેની વિગતો

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • jignesh mevani and alpesh thakor not join hardik patels patidar anamat andolan
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    જીજ્ઞેશ મેવાણીએ ક્યારેય પાટીદાર અનામત મુદ્દાનો વિરોધ કર્યો નથીઃ હાર્દિક પટેલ

    અલ્પેશ ઠાકોર-મેવાણીનો સહયોગ મળશેઃ હાર્દિક

     

    આ અંગ  હાર્દિક પટેલ સાથે વાતચીત કરતા તેણે ફરી એકવાર કહ્યું હતું કે, 25 ઓગસ્ટથી શરૂ થતા પાટીદાર અનામત આંદોલન પાર્ટ 2 અંગેના આમરણાંત ઉપવાસમાં અલ્પેશ ઠાકોર અને મેવાણીનો સહયોગ મળશે. આ અંગે બે દિવસ પહેલા પણ અલ્પેશ ઠાકોરના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે અને જીજ્ઞેશ મેવાણીએ ક્યારેય પાટીદાર અનામત મુદ્દાનો વિરોધ કર્યો નથી. 

  • jignesh mevani and alpesh thakor not join hardik patels patidar anamat andolan
    ગઈકાલે હાર્દિકે કહ્યું હતું કે હવે આ આરપારની છેલ્લી લડાઈ છે, કાં તો મારો જીવ જશે, કાં તો અનામત મળશે.

    કાં તો મારો જીવ જશે, કાં તો અનામત મળશેઃ હાર્દિક

     

    ગઈકાલે હાર્દિક પટેલે તેના ઓફિશિયલ ફેસબુક-પેજ પર જણાવ્યું હતું કે 25 ઓગસ્ટે પાટીદાર ક્રાંતિ દિવસ છે અને તે દિવસથી હું પાટીદાર સમાજને અનામત આપવાની માગણી સાથે અન્ન ત્યાગ કરીને આમરણાંત ઉપવાસ પર ઊતરીશ. હાર્દિકે કહ્યું હતું કે હવે આ આરપારની છેલ્લી લડાઈ છે, કાં તો મારો જીવ જશે, કાં તો અનામત મળશે.

     

    હાર્દિક પટેલે આ જાહેરાતની સાથોસાથ એમ પણ કહ્યું કે અનામત, બેરોજગારી અને ખેડૂતોની મુશ્કેલીઓ મારી પ્રાથમિક લડાઈ છે, પરંતુ ગુજરાતમાં જનતાને લગતો કોઈ મુદ્દો હશે તો હું એ મુદ્દાની લડાઈમાં પહેલો ઊભો રહીશ.'

     

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending