મર્ડર કેસ / 6 દિવસ બાદ પણ રહસ્ય અકબંધ, ભાનુશાળીના ભાઈનો આરોપ છબીલે હત્યા માટે મનિષાને 3 કરોડ આપ્યા હતા

જયંતી ભાનુશાળી અને છબીલ પટેલની ફાઈલ તસવીર
જયંતી ભાનુશાળી અને છબીલ પટેલની ફાઈલ તસવીર
X
જયંતી ભાનુશાળી અને છબીલ પટેલની ફાઈલ તસવીરજયંતી ભાનુશાળી અને છબીલ પટેલની ફાઈલ તસવીર

  • અશ્લિલ સીડી મામલે મોટા માથાના નામ બહાર ન આવે તેની માટે પુરતી તકેદારી
  • પોલીસ મનિષાને સંડોવી પ્રકરણ પર ઠંડુ પાણી રેડવાની ફિરાકમાં હોવાની આશંકા
  • 107થી વધુ લોકોનાં નિવેદનો લીધા, સીસીટીવી જોયા છતાં પરિણામ શૂન્ય

divyabhaskar.com

Jan 14, 2019, 11:17 AM IST

અમદાવાદઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાને એક સપ્તાહ થવા આવ્યું છે છતાં એસઆઈટી અને સીઆઈડી ક્રાઈમ હત્યારાઓ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે. આ મામલે અનેક દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે જયંતી ભાનુશાળીના ભાઈ શંભુ ભાનુશાળીએ છબીલ પટેલ પર આરોપ મુક્યો છે કે, જયંતીની હત્યા માટે છબીલે જ મનિષા ગોસ્વામીને ત્રણ કરોડ રૂપિયા ચુકવ્યા હતા. તેમજ મનિષા અને છબીલ સામે શકમંદ દર્શાવી અને ફરિયાદ પણ થઈ ગઈ હોવાથી હવે આ કેસ જયંતી ભાનુશાળી, છબીલ અને મનિષાના રાજકીય ત્રિકોણમાં ફસાયો છે. આ અગાઉ જયંતી ભાનુશાળી અને છબીલદાસ વચ્ચે એક જમીન મામલે વિવાદ પણ ચાલતો હતો.


 

મનીષા, ભાઉ અને શેખર ઝડપાયા હોવાની ચર્ચા, છબીલ મામલે ચૂપ

1. મનિષાને હાથો બનાવશે?
આમ મનીષાને હાથો બનાવી ભાનુશાળીની હત્યા કરાવવામાં આવી હોવાની ચર્ચા ચાલી છે. અશ્લિલ સીડી મામલે ઘણાં મોટા માથાના નામ બહાર આવે તો રાજકીય ભૂકંપ સર્જાય તેમ છે. હાલ ચાલી રહેલી તપાસને જોઈને લાગી રહ્યું છે કે, પોલીસ પણ મનિષાને સંડોવી આ પ્રકરણ પર ઠંડુ પાણી ફેરવી દેવાની ફિરાકમાં છે. 
 
2. 8 મહિના પહેલાના પ્રકરણે ભાનુશાળીનો જીવ લીધો?

ક્રાઈમ બ્રાન્ચે 8 મહિના પહેલા જયંતી ભાનુશાળીને બ્લેકમેઈલ કરતા મનિષા અને તેના સાગરીતોને ઝડપી લીધા હતા. આ સમયે મનિષા અને તેના સાગરીતોએ બે સેક્સસીડીઓ લીક કરી હતી. બીજી વધુ સીડીઓ લીક ન થાય તે માટે ક્રાઈમ બ્રાંચમાં સમાધાન થયું હતું. જો આ સમાધાન ન થયું હોત તો આ ગેંગ આખી જેલમાં હોત અને આજે જયંતી ભાનુશાળીની હત્યા થઈ નહોત. આ સમાધાન બાદ પણ જયંતી ભાનુશાળીનું બ્લેકમેઈલિંગ ચાલુ રહેતાં તેના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ મનિષા સહિત અન્ય સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે મનિષા સહિત અન્યોની ધરપકડ કરી હતી અને ત્યારથી જ જયંતી ભાનુશાળીનું કાસળ કાઢવાનો પ્લાન ઘડવામાં આવતો હતો.
 

બીજીતરફ પોલીસે મનીષા, વાપીના સુરજીત ભાઉને ઝડપી લીધા હોવાનું કહેવાય છે.પરંતુ છબીલ પટેલ અંગે ચુપકીદી સેવી રહી છે.

3. તપાસ એજન્સીઓમાં ભાગલા અને ખેંચતાણ
એસઆઈટીમાં સામેલ એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ અલગ-અલગ રીતે તપાસ કરીને રહી છે.જેના લીધે તપાસ એજન્સીઓમાં ખેંચતાણ ચાલુ થઈ છે. બીજી તરફ સત્તાધારી પક્ષના કદાવાર નેતાની હત્યા થઈ હોવા છતાં અત્યાર સુધી શું તપાસ કરી તેની માહીતી કેમ મીડીયાને પણ આપવામાં આવતી ન હોવાથી તપાસ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. એસઆઈટી દ્વારા સયાજીનગરી ટ્રેનમાં જયંતી ભાનુશાળી બેઠા અને ટ્રેનમાં હત્યા થયાની જાણ થઈ ત્યાંના સીસીટીવી ફૂટેજ મેળવીને તેનું એફએસએલના નિષ્ણાતોની મદદથી બારીકાઈથી નિરીક્ષણ કરાઈ રહ્યું છે. એસઆઈટી દ્વારા અત્યાર સુધીમાં 107થી વધુ લોકોનાં નિવેદનો લેવામાં આવ્યાં છે. એટલું જ નહીં એસઆઈટીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વડાપ્રધાન અને વાઈબ્રન્ટના બંદોબસ્તમાં વ્યસ્ત થઈ ગયા છે. જેથી તપાસમાં વિલંબ થઈ રહ્યો છે.
 
4. 25,૦૦૦થી વધુ મોબાઈલની તપાસ કરવામાં આવી
ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા અત્યાર સુધીમાં 25૦૦૦થી વધુ મોબાઈલ ફોનની તપાસ કરાઈ હતી.જેમાં જયંતી ભાનુશાળીની હત્યા કેટલા વાગ્યે થઈ હતી ? તેનો સમય મેળવવામાં આવ્યો હતો. હત્યાના સમયગાળા વખતે કેટલા મોબાઈલ ચાલુ હતા? તેની માહિતી મેળવામાં આવી હતી. તેના આધારે કેટલાક શકમંદોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસ ઉપાડી લાવી હતી.જેમાં બે શકમંદોની પોલીસે અટકાયત કરી હતી.જેઓ હત્યામાં સામેલ હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. આ બે શકમંદો કોની-કોની સાથે સપર્કમાં હતા તેની ટેકનીકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરીને એક પછી એકને તપાસમાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ બોલાવી રહી છે.
 
5. પરિવારને મળેલી ધમકી મામલે એસઆઇટી ક્યારે નિવેદન નોંધશે ?
જયંતી ભાનુશાળીના પરિવારના સભ્યોને ધમકીઓ મળતા પોલીસની નિષ્ફળતા છતી થઇ રહી છે. શહેર પોલીસ કમિશનરને જાણ કરી હતી અને નરોડા પોલીસને સુચના આપતા જયંતી ભાનુશાળીના મકાન પર હથિયાર ધારી પોલીસ મુકી દેવામાં આવ્યા છે. એક પીસીઆર વાન પણ તેમના ઘર નજીક તૈનાત રાખવામાં આવી છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભાનુશાળીના ભત્રીજા સુનીલની અરજી આધારે તેને બંદોબસ્ત ફાળવાયો છે પરંતુ તેના નિવેદનો કે અન્ય કંઇ જવાબ લેવાની જરૂર નથી હાલના સંજોગો અનુસાર તેમને નુકસાન ન થાય તે જરૂરી છે.
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી