ટ્રેનમાં મર્ડર / જયંતી ભાનુશાળીની હત્યામાં SITની શકમંદોને સાથે રાખી H1 કોચમાં તપાસ

ફાઈલ તસવીર- જયંતી ભાનુશાળીની ચાલતી ટ્રેને ફર્સ્ટ ક્લાસ કોચમાં હત્યા કરાઈ હતી
ફાઈલ તસવીર- જયંતી ભાનુશાળીની ચાલતી ટ્રેને ફર્સ્ટ ક્લાસ કોચમાં હત્યા કરાઈ હતી
X
ફાઈલ તસવીર- જયંતી ભાનુશાળીની ચાલતી ટ્રેને ફર્સ્ટ ક્લાસ કોચમાં હત્યા કરાઈ હતીફાઈલ તસવીર- જયંતી ભાનુશાળીની ચાલતી ટ્રેને ફર્સ્ટ ક્લાસ કોચમાં હત્યા કરાઈ હતી

  • હત્યામાં ભાઉ નામનો શાર્પશૂટર હોવાની પ્રબળ શંકા
  • પોલીસની ટીમ મહારાષ્ટ્ર અને યુપીમાં તપાસમાં જોડાઇ

DivyaBhaskar.com

Jan 11, 2019, 03:05 PM IST
અમદાવાદ: પૂર્વ ધારાસભ્ય અને ભાજપના વિવાદીત નેતા જયંતી ભાનુશાળીની મર્ડર મિસ્ટ્રી ટૂંક સમયમાં ઉકેલાય તેવી શક્યતા છે.  પોલીસ શકમંદોને કાલુપુર ખાતે રખાયેલા એચ-1 કોચ લઈ જઈ તપાસ કરી રહી છે. અંગત અદાવતમાં મહારાષ્ટ્રના શાર્પશૂટરને ટીપ આપીને હત્યા કરવામાં આવી હોવાની પોલીસને શંકા છે. 

પોલીસને કડી મળી

હત્યા કેસની તપાસમાં પોલીસને આરોપી સુધી પહોંચવામાં મહત્વની કડી મળી છે. બીજી તરફ આ સમગ્ર કેસમાં અંગત અદાવત અને ભાનુશાળી પાસેની કેટલાક સ્ફોટક વિગતો મેળવવા માટે પણ આ હત્યા કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
 
2. સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઈલને આધારે શંકસ્પદ લોકોની કડી મળી

 પોલીસને કેટલાક શંકાસ્પદ લોકોના સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઇલ મળી છે. જેના આધારે આરોપી સુધી પહોંચવા માટે પોલીસને એક પછી એક કડી મળી રહી છે.

3. ભાઉ નામનો શાર્પશૂટર
 હત્યામાં મહારાષ્ટ્રનો ભાઉ નામનો શાર્પશૂટર હોવાની શંકાના આધારે પોલીસ હાલ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં હત્યારાઓ પોલીસની પકડમાં આવી જાય તેવો પોલીસને વિશ્વાસ છે. 
4. નિકટનું હત્યામાં સામેલ હોવાની શંકા
ભાનુશાળીને એકદમ નજીકથી જાણતો વ્યક્તિ પણ હત્યામાં સામેલ હોવાની પોલીસને શંકા છે. જેના આધારે ભાનુશાળીના ત્રણ ફોનની કોલ ડિટેઇલ પોલીસે મેળવી છે. તેમાંથી પણ પોલીસને કેટલીક મહત્વની કડી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી