Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » jayanti bhanushali murder case murderer travels from gandhidham

ભાનુશાળીની રજેરજની માહિતીને આધારે હત્યારા ગાંધીધામથી ટ્રેનમાં ઘૂસ્યાને હત્યાને અંજામ આપ્યો

Divyabhaskar.com | Updated - Jan 11, 2019, 11:13 AM

  • jayanti bhanushali murder case murderer travels from gandhidham
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    જયંતી ભાનુશાળીએ ભૂજથી અમદાવાદની ઈ ટિકિટ અમદાવાદના એક એજન્ટ પાસે બુક કરાવી હતી. કાવતરા મુજબ ભૂજ રેલવે સ્ટેશને જ તેમના પર વોચ ગોઠવાઈ ગઈ હોવાની આશંકા છે.
    અમદાવાદ/ ભુજ: ભાજપના અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કાવતરાંનો પોલીસ થિયરી મુજબ પર્દાફાશ થયો છે. ચર્ચાસ્પદ બનેલાં હત્યા અંગત અદાવતમાં થઇ હોવાની સાથે જાણભેદુ મારફતે ભાનુશાળીના પ્રવાસની જાણકારી કાવતરાખોરને પહોંચાડાઇ હતી. હત્યારા સેકન્ડ એસીના દરવાજેથી ઘૂસ્યાં બાદ ટોઇલેટમાં સંતાઇ ગયા હતા. બે પિસ્તોલથી અંધાધૂધ ગોળીબાર કરીને ચેઇન પુલિંગ કરીને ટ્રેન થોભાવીને હત્યારાઓ ફર્સ્ટ એસીનો દરવાજો ખોલીને નાસી છૂટ્યાં હતા. રેલવે લાઇનની સમાંતર રસ્તા પર પહોંચીને વાહન મારફતે નાસી છૂટ્યાં હતા. માત્ર શૂટર પકડાતાં જ સમગ્ર ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલવાની જાહેરાત પોલીસ કરે તેવી શક્યતા છે.
  • jayanti bhanushali murder case murderer travels from gandhidham
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    જાણભેદુએ ભાનુશાળીના પ્રવાસની સંપૂર્ણ માહિતી કાવતરાખોરોને આપી હોવી જોઈએ. કાવતરાખોરોની ટિપ પરથી બે હત્યારા ગાંધીધામ સ્ટેશનેથી સયાજીનગરની એસી-2 કોચમાં પ્રવેશ્યા હતા.
  • jayanti bhanushali murder case murderer travels from gandhidham
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ટ્રેનમાં જ કાવતરાખોરોનો કોઈ સાગરીત હોવો જોઈએ. બંને હત્યારા ટ્રેનમાં પ્રવેશી શકે તે માટે એસી-2 કોચનો દરવાજો અંદરથી ખૂલ્યો હતો. એ પછી બંને હત્યારા કોચના ટોઈલેટમાં સંતાઈ ગયા હતા.
  • jayanti bhanushali murder case murderer travels from gandhidham
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    એસી-1 કોચમાં ભાનુશાળીના સહપ્રવાસી પવન મોરે ટોઈલેટ ગયા હોવાથી કોચનો દરવાજો ખુલ્લો જ હતો. બંને હત્યારાએ કોચમાં પ્રવેશતાની સાથે જ બે પિસ્ટલમાંથી આડેધડ ગોળીઓ છોડી હતી.
  • jayanti bhanushali murder case murderer travels from gandhidham
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ટ્રેન સામખિયાળીથી સૂરજબારી વચ્ચે હતી ત્યારે હત્યારાઓએ ચેઈન પુલિંગ કર્યું હતું. 9 કિલોમીટરના આ રૂટ પરનો રેલવે ટ્રેક રોડને સમાંતર છે. હત્યા પછી સરળતાથી ભાગી છૂટવા અહીંયા ચેઈન પુલિંગ થયું હતું.
  • jayanti bhanushali murder case murderer travels from gandhidham
    ટ્રેન થોભતાં જ બંને હત્યારા જનરલ ડબ્બા તરફ જતા ફસ્ટ એસીનો દરવાજો ખોલી નીચે ઉતરી ગયા હતા. અહીંથી બંને હત્યારા કોઈક વાહન મારફતે ભાગી છૂટ્યા હોવાનું પોલીસનું માનવું છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ