તપાસ / જયંતી ભાનુશાળીની હત્યાની તપાસમાં SITની ટીમે 9 KM ચાલીને તપાસ કરી

ફાઈલ તસવીર: જયંતી ભાનુશાળીની એચ1 કોચમાં ગોળી મારી હત્યા કરાઈ હતી
ફાઈલ તસવીર: જયંતી ભાનુશાળીની એચ1 કોચમાં ગોળી મારી હત્યા કરાઈ હતી
X
ફાઈલ તસવીર: જયંતી ભાનુશાળીની એચ1 કોચમાં ગોળી મારી હત્યા કરાઈ હતીફાઈલ તસવીર: જયંતી ભાનુશાળીની એચ1 કોચમાં ગોળી મારી હત્યા કરાઈ હતી

  • રેલ્વે ટ્રેક અને રસ્તા પર ચાલીને ટીમે તપાસ કરી 
  • ચાલતી ટ્રેને 9 કિમી અંતરમાં ભાનુશાળીની હત્યારા ફરાર!

DivyaBhaskar.com

Jan 11, 2019, 03:26 PM IST
અમદાવાદ: જયંતી ભાનુશાળી હત્યાની તપાસમાં પોલીસ કપરાં ચઢાણ છે. હત્યા કેસની તપાસ માટે પોલીસ ટેક્નિકલ સપોર્ટની સાથે પોતાના બાતમીદારો અને જાત તપાસ કરી પરસેવો પાડી રહી છે. કચ્છમાં જ્યાં હત્યાને અંજામ અપાયો હોવાની આશંકા છે તે વિસ્તારમાં 9 કિમી એસઆઈટીની ટીમ ચાલીને પુરાવા ફંફોસી રહી છે.

હત્યાના સમયને આધારે ટ્રેને કેટલું અંતર કાપ્યું

હત્યા જે સમય ગાળા દરમિયાન થઇ તે દરમિયાન ટ્રેન કેટલુ અંતર કાપ્યું હતું તેનો સમય મેળવીને પોલીસ તે જગ્યાએ જાતે ચાલીને તપાસ કરી હતી. 9 કિમીના અંતરમાં રેલવે ટ્રેક પર ચાલીને તથા તેની નજીકના રસ્તા અને હાઇવે પર ચાલીને કોઇ પુરાવા કે કડી મળી જાય તે માટે તપાસ હાથ ધરી છે.
2. નાનામાં નાનો પુરાવો મેળવવા શોધખોળ
સીટની ટીમના આધિકારીઓ દ્વારા નાનામાં નાનો પુરાવો મેળવવા ટ્રેક સહિતની જગ્યાએ ચાલીને તપાસ કરી હતી. ભાગેલા આરોપીઓની કોઇ વસ્તુ કે પુરાવો મળે તે જોવા માટે પોલીસની ટીમો તપાસ કરી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી