ધમકી / ભાનુશાળીના પરિવારને જાનનું જોખમ, કચ્છ-અમદાવાદના ઘરે પોલીસ સુરક્ષા આપશે

jayanti bhanushali murder case family gets death threats from mumbai

  • પરિવારજનોએ રેલવે હેડક્વાર્ટર-પોલીસ SITને અરજી કરી હતી
  • જયંતીની ટ્રેનમાં ગોળી મારી હત્યા કરાઈ હતી
  • હત્યા મામલે મનિષા ગોસ્વામી, સુરજિત ભાઉ અને શેખરની અટકાયત

DivyaBhaskar.com

Jan 12, 2019, 11:32 PM IST


અમદાવાદ: કચ્છ ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યા બાદ હવે પરિવારજનોને જાનનુ જોખમ હોવાનું બહાર આવ્યું છે. અજાણી વ્યક્તિ દ્વારા ફોન પર મારી નાખવાની ધમકીઓ મુંબઈથી મળતી હોવાને લઈ તેઓ આજે બપોરે પોલીસ પ્રોટેક્શન માટે રેલવે એસપી ઓફિસ ખાતે પોહચ્યા હતા. પરિવારજનોએ અરજી કરી પોલીસ સુરક્ષા માંગી હતી. આ સંદર્ભે પોલીસે અરજી સ્વીકારી છે. જયંતી ભાનુશાળીના અમદાવાદ અને કચ્છના ઘરે પોલીસ સુરક્ષા આપશે.


મનિષા ગોસ્વામી, સુરજિત ભાઉ અને શેખરની અટકાયત

અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેને કરાયેલી હત્યાના ગુનામાં સીઆઇડીક્રાઇમે સૂરજિત ભાઉ તથા શેખર નામના વ્યક્તિને ઝડપી લીધા છે. સાથે જ મોડી રાત્રે મૂળ વાપીની મનીષા ગોસ્વામીની પણ કચ્છમાંથી અટકાયત થઈ છે. ભાનુશાળીની હત્યા નીપજાવનારા શૂટરોને પૂનાથી બોલાવ્યા હોવાની વાત સામે આવતા સમગ્ર રહસ્ય પરથી પડદો ઊંચકાવાની શક્યતાઓ થવાની અટકળો વહેતી થઈ છે.

X
jayanti bhanushali murder case family gets death threats from mumbai
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી