સામાન ગુમ / જયંતી ભાનુશાળીના સહપ્રવાસી અને સાક્ષી પવન મોરેની નાની બેગ મળી આવી

પવન મોરેની બેગમાં અગત્યના કાગળો, એરટિકિટ અને ક્રેડિટ કાર્ડ હતા

DivyaBhaskar.com | Updated - Jan 10, 2019, 02:47 PM
Jayanti Bhanushali  co passengers pavan more small bag missing
X
Jayanti Bhanushali  co passengers pavan more small bag missing

  • પવન મોરેની બેગમાં અગત્યના કાગળો, એરટિકિટ અને ક્રેડિટ કાર્ડ હતા 

અમદાવાદ: અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં એક માત્ર સાક્ષી એવા સહપ્રવાસી પવન મોરેની રેલવે એસઆઈટી દ્વારા પૂછપરછ કરાઈ રહી છે. પવન મોરેની એક બેગ ઘટના દરમિયાન ગાયબ થઈ હોવાનું બહાર આવ્યું હતું. તેમાં એક કાળી બેગ જેમાં જરૂરી કાગળો, એર ટિકિટ અને ક્રેડિટ કાર્ડ હતાં. જો કે પોલીસને એ બેગ મળી આવી છે. 

પવન મોરે ઉપરની સીટમાં સૂતો હતો

1.ભુજ દાદરની સયાજી નગરી ટ્રેનમાં ગાંધીધામથી H1 કોચમાં G21 નંબરની સીટમાં બેઠો હતો. ગાંધીધામથી ટ્રેન ઉપડ્યા બાદ ટી ટી આવ્યો હતો. ટી ટીએ ટિકિટ ચેક કરી હતી. બાદમાં તેમને દરવાજો બંધ કરી દીધો હતો અને તેની નિયમિત દવા લઈ ઉપરની સીટમાં સુઈ ગયા હતા. 
 
બે કોચ એટેન્ટડન્ટ અને એસી મિકેનિકે અવાજ સાંભળ્યો
2.એસી કોચ H1માં કોચ એટેન્ટડન્ટ વિમલ પ્રસાદ સાલ્વે, અન્ય એક કોચ એટેન્ટડન્ટ અને એસી મિકેનિક તરીકે બબલુ મીણા હાજર હતા. આ લોકોએ ફાયરિંગનો અવાજ પણ સાંભળ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાનુશાળીની હત્યા બાદ સહપ્રવાસી પવન મોરે, કોચ એટેન્ટડન્ટ અને એસી મિકેનિકને હત્યારાઓએ મારી નાખવાની ધમકી આપી ડરાવ્યાં હતા. ટ્રેન ઊભી રહી ત્યાં સુધી તેઓ કોચમાં જ હતા. પોલીસ પવન મોરેની સઘન પૂછપરછ કરી રહી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App