141 વર્ષમાં આટલી બદલાઈ રથયાત્રા, આ છે 1878 થી 2018 સુધીની તવારિખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ આ વર્ષે ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા તા. 14-07-2018નાં દિવસે નિકળશે. અમદાવાદની રથયાત્રા 1878થી આજ સુધી અવિરત નિકળે છે. 141 વર્ષથી નિકળતી રથયાત્રામાં ઘણા ફેરફારો થયા છે અને ઘણા વિઘ્નોનો સામનો પણ આ રથયાત્રાએ કર્યો છે. પુરીની રથયાત્રાથી પ્રેરાઈને શરૂ કરવામાં આવેલી આ યાત્રાએ અનેક ઊતાર-ચઢાવ જોયા છે. અમદાવાદની વિકાસયાત્રામાં પણ રથયાત્રાનું વિશેષ મહત્વ રહ્યું છે. નગરમાંથી વિશાળ મેગાસિટી બનેલાં અમદાવાદમાં રથયાત્રામાં અનેક ફેરફારો થયા છે. આજે અમે તમને 141 વર્ષ દરમિયાન મંદિર અને રથયાત્રામાં થયેલાં બદલાવો વિશે જણાવી રહ્યાં છીએ.

 

(અમદાવાદ: રથયાત્રા દરમિયાન જમાલપુર-ગોળ લીમડા સહિત 14 રસ્તા બંધ રહેશે)
 

 

1878 થી 2018 દરમિયાન થયેલા બદલાવો

 

- વર્ષ 1878ની અષાઢી બીજની વહેલી સવારે શ્રી નરસિંહદાસજીના નેતૃત્વમાં સૌ પ્રથમ રથયાત્રાનો પ્રાંરંભ થયો હતો.
- વર્ષ 1879થી સરસપુરમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીનું મોસાળું કરાયું હતું.
- વર્ષ 1878થી ત્રણેય રથ ખેંચવાનું કાર્ય ખલાસી ભાઈઓ કરે છે. લગભગ 2000 ખલાસી રથ ખેંચે છે.
- વર્ષ 1996 દૂરદર્શન પર સો પ્રથમ વખત રથયાત્રાનું જીવંત પ્રસારણ થયું.
- છેલ્લા 45 વર્ષથી કાશી, અયોધ્યા, હરિદ્વાર, વૃંદાવન, મથુરાથી રથયાત્રામાં ભાગ લેવા 200થી વધુ સખીઓ આવે છે.
- વર્ષ 2006માં અમદાવાદ મેગાસીટી બન્યું તેની સાથે શ્રદ્ધાળુંઓની સંખ્યા વધી અને પૂરી પછી અમદાવાદની રથયાત્રા બીજા ક્રમે આવે છે.
- વર્ષ 1973માં ગૌસેવાના હિતાર્થે મંદિરમાં પ. પૂજ્યશ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથાનું સુંદર આયોજન થયું.
- વર્ષ 1947ના અરસામાં રથયાત્રા રતનપોળમાંથી નીકળી હતી કારણ કે આ વર્ષે અમદાવાદમાં રાયટ્સ થયા હતા.
- વર્ષ 2000ના રોજ ભગવાન જગન્નાથજીના નૂતન મંદિરનું નિર્માણ થયેલું. તે પહેલા જૂનું મંદિર હતું.
- વર્ષ 1560માં રામાનંદી સંત હનુંમાનદાસજી મહારાજ જગન્નાથ મદિરના પ્રથમ ગાદીપતિ બન્યાં.
- વર્ષ 1954માં મહંત શ્રી નરસિંહદાસજીએ મંદિરના વિશાળ પટાંગણમાં શહેર ચોર્યાસીનું સુંદર આયોજન કર્યું.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...