તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરસપુરના બારોટ પરિવાર આ વખતે કરશે ભગવના જગન્નાથનુ મામેરું| Jagannath Yatra Ahmedabad: Barot Family Will Do Mameru

સરસપુરના બારોટ પરિવાર આ વખતે કરશે ભગવના જગન્નાથનું મામેરું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જમાલપુર જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથને તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે ભગવાનના મોસાળમાં મામેરું કરવા માટે બારોટ પરિવાર સજ્જ બન્યુ છે. સરસપુરના સલમપોળમાં રહેતા ધીરૂભાઇ બારોટનો પરિવાર આ વખતે ભગવાન જગન્નાથનું મામેરું કરવાના છે. તેમણે તમામ તૈયારી કરી લીધી છે. ઘરમાં જાણે એક અવસર હોય તેમ તેમણે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. બારોટ પરિવારના બે દીકરા છે. જેમાં એક દીકરો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસકર્મી છે, જ્યારે નાનો દીકરો સિવિલ હોસ્પિટલમાં નોકરી કરે છે.

 

મામેરું માટે તમામ તૈયારીઓ કરી લીધી

 

ધીરુભાઇ બારોટનો પરિવાર ઘણા વર્ષોથી સરસપુર વિસ્તારમાં રહે છે. આ વખતે થયેલા ડ્રોમાં તેમના પરિવારનું નામ મામેરા માટે ખુલ્યું છે. આ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામનું મામેરું કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. આ પરિવારમાં રીતસર ઘરમાં કોઇ પ્રસંગ હોય તે રીતે તૈયારીઓ કરવામાં આવી છે. આ પરિવારમાં મામેરામાં કોઇ કચાસ ન રહી જાય તે માટેની પણ પ્રયાસો કરાઇ રહ્યા છે.

 

સિંગર રાજલ બારોટ પણ જોડાશે

 

સરસપુરમાં છેલ્લા કેટલાય દિવસથી પોળમાં ભજનમંડળી દ્વારા ભગવાનને રીજવવા માટે ભજનો ગવાઇ રહ્યા છે. 9મી જુલાઇએ બારોટ પરિવાર દ્વારા વરઘોડો કાઢવામાં આવશે. આ વરઘોડામાં જાણીતી સિંગર રાજલ બારોટ જોડાશે. તેની સાથે 10મી જુલાઇએ સાંજે પ્રસાદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.