તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • It Is A Matter Of Pride For Us To Contribute To This Special Work Of The Nation: Adani

ભાસ્કર: આરોપ છે કે અંબાણી-અદાણી દેશને ચલાવે છે, અદાણી: રાજકારણથી અમારા સંબંધ ફક્ત મતદાન સુધી મર્યાદિત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ સૂટ-બૂટવાળી સરકાર છે, દેશને અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓ ચલાવી રહ્યા છે. વિપક્ષ આવા આરોપો ગત કેટલાંક વર્ષોથી સતત લગાવે છે. આ મુદ્દાઓ પર ભાસ્કરના મુકેશ કૌશિકે દુનિયાના 10માં સૌથી ધનિક ભારતીય ગૌતમ અદાણીનો વિશેષ ઈન્ટરવ્યૂ લીધો. વાંચો મુખ્ય અંશ...

 

 

- સવાલ : ધારણા બની છે કે બનાવાઈ છે કે સરકાર અને દેશને તો અદાણી અને અંબાણી ચલાવી રહ્યા છે. કેટલું સત્યે છે


અદાણી : રાજકીય સ્વાર્થ માટે દોષારોપણ કરનારાને ગંભીરથી ન લેવા જોઈએ. આગામી વર્ષે જ્યારે દેશ ચૂંટણી માટે જશે તો મતદાતાઓનું ધ્યાન મહત્ત્વપૂર્ણ મુદ્દાઓથી ભટકાવવાના અનેક પ્રયાસ થશે. ઉદ્યોગપતિઓના પરિવારોનું કામ છે પોતાની સંસ્થાઓથી ગ્રાહક, કર્મચારી અને પાડોશીઓનાં હિતોને ધ્યાનમાં રાખીને કાયદાના દાયરામાં નૈતિકતાથી કામ કરવું. એટલે રાજકારણથી અમારો સંબંધ ફક્ત મતદાન સુધી જ મર્યાદિત છે. અમે ગ્રોથ અને ગુડનેસની નીતિથી વિકાસમાં યોગદાન આપવામાં વિશ્વાસ રાખીએ છીએ. 


- સવાલ : સરકાર કહે છે કે તેણે ઈઝી ઓફ ડુઈંગ બિઝનેસ માટે વધારે પગલાં ભર્યા છે


અદાણી : સરકારે ઈઝી ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા અનેક પગલાં ભર્યા છે. વર્લ્ડ બેન્કની ઈઝી ઓફ ડુઈંગ બિઝનેસની વાર્ષિક યાદીમાં ભારતે 30 દેશોને પાછળ રાખીને અત્યાર સુધીનું તેનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. જીએસટીની સફળ શરૂઆતને તેનું ઉદાહરણ ગણાવી શકાય. જીએસટીથી વેપાર અને ઉદ્યોગોમાં પારદર્શકતા આવી. અસંગઠિત ક્ષેત્રોને પણ મુખ્યધારામાં આવવાની તક મળી છે. શરૂમાં કેટલીક મુશ્કેલીઓ દેખાઈ પણ હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. તેનાથી રોકાણ આવશે.


- સવાલ : મનમોહન સરકારનાં દસ વર્ષ અને મોદી સરકારના કાર્યકાળમાં આર્થિક વાતાવરણમાં કેટલો ફેર છે બંને સરકારોની કાર્યશૈલીમાં કેટલું અંતર છે


અદાણી : અદાણી જૂથે લગભગ 30 વર્ષના સમયગાળામાં કેન્દ્ર અને રાજ્યોમાં અનેક પક્ષોની સરકારો સાથે કામ કર્યુ છે. અમે કોઈ બે સરકારોની તુલના સરળતાથી ન કરી શકીએ. અામ દરેક સરકારના કાર્યકાળ દરમિયાન દુનિયાની આર્થિક સ્થિતિ કે દેશના રાજકીય વાતાવરણ અલગ હોય છે. મનમોહન સિંહજીની સરકારમાં અનેક પક્ષો સામેલ હતા. આ ગઠબંધનમાં પક્ષો અલગ અલગ ધારાસભાઓનું પ્રતિનિધિત્વ કરતા હતા. મોદીજી સરકારમાં ભાજપ પાસે પૂર્ણ બહુમત છે. તેમને ટેકો આપનારા લોકો અને મોટા ભાગના પક્ષો એક જ પ્રકારની રાજકીય વિચારાધારામાં વિશ્વાસ ધરાવે છે. આ સ્થિતિમાં  નિર્ણય લેવા અને તેના પર અમલ કરવાની ગતિમાં કોઈ વિશેષ ફેર નથી પડતો. 


- સવાલ : પીએમ મોદી સાથે વિદેશી પ્રતિનિધિમંડળની સૌથી વધુ યાત્રા કરનારા ઉદ્યોગપતિઓમાંથી તમે એક છો, શું કહેશો


અદાણી : તેમાં કોઈ શંકા નથી કે વિદેશી રોકાણ અને રોજગાર સર્જન માટે વડાપ્રધાન સાથે જનારા પ્રતિનિધિમંડળોમાં અમને અનેક મોટા ઉદ્યોગપતિઓ સાથે જવાની તક મળી. રાષ્ટ્રહિતના આ વિશેષ કામમાં યોગદાન આપવું અમારા માટે ગર્વની વાત છે. આ દરમિયાન અમને દુનિયાની મોટી અને ક્રિએટિવ કંપનીઓના પ્રતિનિધિઓને મળવાની તક મળી. તેમના પાસેથી શીખવાની તક પણ મળી. સરકાર કોઈ પણ પક્ષની હોય, અદાણી જૂથને તમે દરેક રાજ્યમાં યોજાનાર ઈન્વેસ્ટમેન્ટ સંમેલનોમાં ભાગીદારી કરતાં જોશો. જ્યારે વાત દેશના વિકાસની હોય ત્યારે ઉદ્યમીઓ અને સરકારે એકજૂથ થઈને કામ કરવું જોઇએ. 


- સવાલ : દેશની પ્રગતિમાં તમારા ગ્રૂપનું શું યોગદાન છે


અદાણી : અમારું ગ્રૂપ લગભગ 17,000 ટેલેન્ટેડ પ્રોફેશનલ્સને સીધા અને લાખો લોકોને અપ્રત્યક્ષ રીતે રોજગાર આપી રહ્યું છે. દેશ-વિદેશની રેટિંગ એજન્સીઓ અને આર્થિક સંસ્થાઓએ અમારા ઓપરેશનલ અને ફાઈનાન્શિયલ રેકોર્ડની પ્રશંસા કરી હતી. અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ કે અમે દેશના આર્થિક અને સામાજિક માળખાને મજબૂત કરીએ. 

 

પર્યાવરણનું પણ ધ્યાન રાખીએ. અમે ખેડૂતોના લોહી-પરસેવાની મહેનતથી ઉપજેલા અનાજને સુરક્ષિત રીતે સંગ્રહ કરીને તેને સડવાથી બચાવવા માટે અત્યાધુનિક સુવિધાઓ તૈયાર કરી છે. અમે હિમાચલ પ્રદેશના ખેડૂતોને સારા ભાવમાં સફરજન ખરીદી, સ્વસ્થ રીતે ફાર્મપિક નામે સમગ્ર ભારતમાં સપ્લાય કરીએ છીએ. અમારા બંદરની મદદથી સામાનને ઓછામાં અોછા સમય અને કિંમતમાં નુકસાન વિના આયાત અને નિકાસને સરળ બનાવીએ છીએ. પારંપરિક અને નવીનતમ ઊર્જાના સેક્ટરમાં દેશના સૌથી મોટા ઉત્પાદક છીએ. 


- સવાલ : ગત ચાર વર્ષોમાં તમે પોતાના વેપારને અનેક ક્ષેત્રો જેમ કે પાવર ડિસ્ટ્રિબ્યુશન વગેરેમાં વધાર્યો છે, ભવિષ્યમાં કયા ક્ષેત્રોમાં પગલાં ભરવાની યોજના છે


અદાણી : તાજેતરમાં અદાણી ગ્રૂપે મુંબઈના કેટલાક મોટા ભાગોમાં વીજળીના વિતરણનું કામ શરૂ કર્યુ છે. આવી રીતે અમે વધુ ભાગોમાં કાપ વિના રાહતદરે વીજળી પહોંચાડવા માગીએ છીએ. હાલ સમાપ્ત થયેલ કમ્પેટિટિવ બિડિંગમાં અમે દેશના 22 ભાગોમાં ગેસ વિતરણનું લાઈસન્સ મેળવ્યું. અમે જલદી જ આ ક્ષેત્રમાં પાઈપલાઇન નાખવાની મહત્ત્વાકાંક્ષી યોજના શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમે લાખો લોકોને એલપીજી સિલિન્ડર ઉપાડવાથી રાહત આપવાના છીએ અને લિક્વિડ ઈંધણના બદલે વાતાવરણને અનુકૂળ તથા ઓછું નુકસાન પહોંચાડનાર સીએનજીને પ્રોત્સાહન આપીશું.


- સવાલ : તમે આટલો મોટો બિઝનેસ કરી રહ્યા છો પણ સમાજ માટે શું યોગદાન આપી રહ્યાં છો


અદાણી : અદાણી ફાઉન્ડેશન આજે લગભગ એક ડઝનથી વધારે રાજ્યો તથા ગામ અને નાના શહેરોમાં સુપોષણ, સ્વાસ્થ્ય અને મેડિકલ, શિક્ષણ તથા રોજગાર જેવાં ક્ષેત્રોમાં મોટું યોગદાન આપી રહ્યું છે. અમારું સ્વચ્છતા અભિયાન લગભગ 10 રાજ્યોમાં ચાલી રહ્યું છે. અદાણી ફાઉન્ડેશનના દૂર દૂરના વિસ્તારોનાં વિદ્યાલયો શહેરોમાં ચાલતી ખાનગી શૈક્ષણિક સંસ્થાનોથી ઓછાં નથી. અમે સ્વાસ્થ્ય સંબંધી પહેલ કેટલાંક એવાં ક્ષેત્રોમાં કરી છે જ્યાં પહેલા કોઈ પણ ડોક્ટર ઉપલબ્ધ નહોતા.