ગાંધીનગર / 80 પોલીસ અધિકારીને કોઈ સીરીયલ કિલર શોધી આપો, બે મહિનાથી રોજ છ કલાક શોધે છે

divyabhaskar.com

Mar 16, 2019, 07:41 PM IST
પોલીસે જાહેર કરેલો સ્કેચ
પોલીસે જાહેર કરેલો સ્કેચ
X
પોલીસે જાહેર કરેલો સ્કેચપોલીસે જાહેર કરેલો સ્કેચ

  • એસઆઈટીની રચના બાદ એકપણ હત્યા થઈ નથી 
  • એક બાદ એક ત્રણ લોકોની હત્યા કોણે કરી તે અંગે ઘૂંટાતું રહસ્ય 

અમદાવાદઃ ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ગાંધીનગરમાં ત્રણ લોકોની હત્યા કરી તરખાટ મચાવનાર સીરિયલ કિલરને ઝડપી પાડવા છેલ્લા 60 દિવસથી 80 પોલીસકર્મીઓ કામે લાગ્યા છે. જો કે આમ છતાં ગાંધીનગર અને અમદાવાદ એલસીબી સહિત ચાર તપાસ એજન્સીને સફળતા મળી નથી. આ હત્યારાને ઝડપી લેવા માટે 80 પોલીસકર્મીઓ રોજના 6 કલાક લેખે 28,800 કલાક સુધી શોધખોળ કરી છે. આમ છતાં સીરિયલ કિલર હાથ લાગતો નથી.

સીરિયલ કિલરની વ્યંડલ હોવાની આશંકા

બહારના રાજ્યમાંથી આવતી પિસ્તોલનો ઉપયોગ
1.આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ મુજબ, સીરિયલ કિલર કે જે પોતાના માટે જ કામ કરે છે તેને પકડવો મુશ્કેલ છે. જો આ કેસમાં ત્રણ-ચાર શખ્સો સામેલ હોય તો તેને સરળતાથી ઝડપી શકાય. શેરથા, કોબા અને દંતાલીના આસપાસના ગામડાઓને ટાર્ગેટ કરવાની તેની મોડસ ઓપરેન્ડી હતી. તે 7.65mm પિસ્તોલ રાખતો હતો. આ પિસ્તોલની સૌથી વધારે ચોરી થાય છે અને તે મોટાભાગે બહારના રાજ્યમાંથી લાવવામાં આવે છે.
પેટ્રોલ પંપ પર સ્કેચ લગાવ્યા, સ્થાનિકો સાથે બેઠકો યોજી
2.તપાસ ટીમે ગામડાઓના સરપંચ, સ્થાનિક અને સામાજિક આગેવાનો સાથે બેઠકો પણ યોજી હતી. જ્યાં પોલીસે સીરિયલ કિલરનો સ્કેચ અને તેની મોડસ ઓપરેન્ડી વિશે માહિતી આપી હતી. આ હત્યારાને પકડવા માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાય તેના સ્કેચ પણ ગુજરાતના તમામ પેટ્રોલ પંપ પર લગાવ્યા છે. 
હત્યારાએ સીસીટીવી લગાવેલા રસ્તાએથી નીકળવાનું ટાળ્યું
3.આ સીરિયલ કિલર માનસિક પીડિત હોવાની આશંકા છે, માત્ર એટલું જ નહીં તે એટલો સજાગ હતો કે જે રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવ્યા હતા ત્યાંથી નીકળવાનું ટાળ્યું હતું. આ સીરિયલ કિલરની ઓળખ વ્યંડલ તરીકે થઈ છે, પરંતુ પોલીસ પાસે તેના વિષે નક્કર માહિતી નથી. તેની ઓળખ માટે ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ્સ અને મનોચિકિત્સકની મદદ પણ લીધી છે. 
350 ફોન આવ્યા પણ તપાસ કરતા કંઈ ન મળ્યું
4.પોલીસે જાહેર કરેલા ટોલ ફ્રી નંબર પર અમદાવાદ, કલોલ, કોબા અને શેરથા, ચાંદખેડા અને બોપલમાંથી અત્યારસુધીમાં શંકાસ્પદ ગતિવિધિઓ અંગે 350 જેટલા ફોન આવી ગયા છે. જ્યાં જઈને પોલીસે તપાસ કરી પણ કંઈ હાથ લાગ્યું નહીં. સીરિયલ કિલર હંમેશા વેરાન જગ્યા પર જ પોતાનો ટાર્ગેટ પાર પાડતો હતો. 26 જાન્યુઆરીએ શેરથા અને ટિંટોડા ગામની વચ્ચે ખેતરમાં જુઠાજી મંગાજી ઠાકોર(ઉ.વ.55)ની હત્યા કરી હતી અને તેણે તેમના 70 હજારના દાગીનાની લૂંટ કરી હતી. આ પહેલા બનેલી ઘટનામાં 60 વર્ષના દંતાલી ગામના રહેવાસી જયેશ રબારીની હત્યા કરી હતી અને તેણે કાનમાં પહેરેલા 40 હજારના ઘરેણાંની લૂંટ કરી હતી. આ ઉપરાંત તેણે કોબા ગામમાં રહેતા કેશવલાલ પટેલની હત્યા કરી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી