ભારતીય રેલવે કરાર આધારીત કર્મચારીઓના શ્રમ અધિકારોના અમલ માટે ઇ-એપ્લિકેશન વિકસાવશે

રેલ મંત્રી પિયૂષ ગોયલ દ્વારા રાજયસભા સાંસદ પરિમલ નથવાણીના પત્રના જવાબમાં જણાવાયું

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:00 AM
Indian railway employees will develop e-applications for the implementation of rights

અમદાવાદઃ ભારતીય રેલવે કરાર આધારીત કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન, વેતન ચુકવણી, વગેરે જેવા મજૂર અધિકારોના ખાતરીબધ્ધ અમલને લગતી બાબતો માટે ખાસ ઇ-એપ્લિકેશન વિકસાવી રહી છે. રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીએ શતાબ્દી, રાજધાની, દુરન્તો વગેરે જેવી વિવિધ લાંબા અંતરની ટ્રેનોના રેલવે કોચમાં પરિચારકો તરીકે સેવા આપતા કર્મચારીઓની તકલીફો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

નથવાણીના પત્રના જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ભારતીય રેલવે ઇ-એપ્લીકેશન “કોન્ટ્રાક્ટ, લેબર પેમેન્ટ મેનેજમેન્ટ પોર્ટલ ઓન ઇન્ડિયન રેલવે" વિકસાવી રહી છે, જેમાં રેલવે ઠેકેદારો સાથે સંકળાયેલા કરાર આધારીત કર્મચારીઓના નામ, સરનામા, આધાર નંબર, બેંક વિગતો, વેતન ચૂકવણી, વગેરે જેવી વિગતો ઠેકેદારો દ્વારા દાખલ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઇ-એપ્લિકેશન કોન્ટ્રાક્ટ સ્ટાફ માટે લઘુતમ વેતન, વેતન ચૂકવણી વગેરે જેવી મજૂર અધિકારોની બાબતોની અમલવારીને સુનિશ્ચિત કરશે.


નથવાણીએ તેમના પત્રમાં કોચ પરિચારકો તરીકે સેવા આપતા કર્મચારીઓને ચૂકવવામાં આવતા નીચા પગાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એ બાબતે પણ ધ્યાન દોર્યું હતું કે, કોચના પરિચારક કર્મચારીઓને માત્ર બે જોડી ગણવેશ આપવામાં આવે છે, જેથી તેમને ગણવેશને સ્વચ્છ અને સુઘડ રાખવાનો કે ઇસ્ત્રી કરવાનો સમય મળતો નથી. તદ્ઉપરાંત ટ્રેનના આગમન અને પ્રસ્થાન વચ્ચેના ટૂંકા ગાળાને લીધે આ કર્મચારીઓને આરામ કરવા માટે પણ પૂરતો સમય મળતો નથી, એમ પણ શ્રી નથવાણીએ જણાવ્યું હતું.

નથવાણીએ મંત્રીને આ બાબતામાં ઘટતું કરવા તેમજ કરારના સંદર્ભમાં મુળભૂત ફેરફારો કરી કામ કરવાની પરિસ્થિતિઓ, વેતન માળખાં અને કોચ પરિચારકોની સુવિધાઓ સુધારવા માનવતાવાદી અભિગમ અપનાવવા માટે વિનંતી કરી હતી. તેમણે મંત્રીને એમ પણ વિનંતી કરી હતી કે, નિયુક્ત ઠેકેદારો દ્વારા ભારતીય રેલવે માટે કોન્ટ્રાકટ પર કાર્યરત કામદારોને તમામ મળતા લાભ આપવામાં આવે.

જાન્યુઆરી 2018માં, રેલવેના રાજ્યકક્ષાના પ્રધાન રાજેન ગોહૈને લોકસભામાં જણાવ્યું હતું કે, રેલવેમાં 94,165 કોન્ટ્રેક્ટ કર્મચારીઓ છે અને આઉટસોર્સ વર્કની પ્રકૃતિ અને પરિમાણના આધારે સીધી રીતે ઠેકેદારોને આ કામ માટે નિયુક્તિ આપવામાં આવે છે.

X
Indian railway employees will develop e-applications for the implementation of rights
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App