તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભારત પાકિસ્તાન મૈત્રી અને શાંતિ પદયાત્રાને BSF મંજુરી નહીં મળતા નંદેશ્વરી મંદિરે સમાપ્ત | India Pakistan Friend

ભારત પાકિસ્તાન મૈત્રી અને શાંતિ પદયાત્રાને BSF મંજુરી નહીં મળતા નંદેશ્વરી મંદિરે સમાપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: અમદાવાદના સાબરમતી આશ્રમથી 19 જુને નીકળેલી “ભારત પાકિસ્તાન મૈત્રી અને શાંતિ પદયાત્રા” ને બોર્ડેર સેક્યુરીટી ફોર્સ દ્વારા નળાબેટ, ભારત-પાક બોર્ડેર સુધી જવાની પરવાનગી નહીં મળતા પદયાત્રાને નાન્દેશ્વારી માતાથી સમાપ્ત ઘોષિત કરવામાં આવ્યું છે 3૦ જુનના રોજ ભારત પાક સીમા ઉપર પદયાત્રાનું સમાપન સમરોહ હતો પણ BSFની પરવાનગી નહીં મળતા હવે યાત્રા સમાપન સમારોહ એજ દિવસે સાબરમતી આશ્રમમાં સવારે 8 વાગે રાખવામાં આવેલ છે. સમારોહમાં વાઘબકરીના પીયુષ દેસાઈ, મલ્લિકા સારાભાઇ , જીગ્નેશ મેવાની, કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકી, ઇમરાન ખેડાવાલા, ગયાસુદ્દીન શેખ, ગગન શેટ્ટી સહીત અનેક સામાજિક કાર્યકર્તાઓ, નેતાઓ હાજર રહેશે. સમારોહમાં પદયાત્રીયો ના સન્માન કરવામાં આવશે  યાત્રાની મુખ્ય માંગણી હતી કે સુઈ ગામથી નગર પાર્કર સુધી ગુજરાતથી રસ્તો ખોલવામાં આવે ભારત અને પાકિસ્તાનની સરકાર એવી નીતિ બનાવે કે સરહદ ઉપર ગોળીબારી ન થાય અને એક પણ સૈનિક કોઈ પણ દેશનાં ન શહીદ થાય.

અન્ય સમાચારો પણ છે...