મંજૂરી: અમદાવાદની 9 સહિત રાજકોટ-ગાંધીનગરની 1-1 ટી.પી. સ્કીમ પાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદની 8 ડ્રાફટ ટી.પી.ને કારણે 1000 હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજિત વિકાસ થઇ શકશે - Divya Bhaskar
અમદાવાદની 8 ડ્રાફટ ટી.પી.ને કારણે 1000 હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજિત વિકાસ થઇ શકશે

* અમદાવાદમાં 9 મહિનામાં 28થી વધુ ડ્રાફટ ટી.પી સ્કીમ મંજૂર

 

* ૩ હજારથી વધુ હેકટરમાં આયોજનને આખરી ઓપ આપ્યો


અમદાવાદઃ મુખ્યમંત્રી રૂપાણીએ શહેરી વિસ્તારના ઝડપી વિકાસને વધુ આયોજિત અને વેગવંતો બનાવવા 11 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે. જેમાં અમદાવાદની 8 ડ્રાફટ અને 1 પ્રારંભિક ટી.પી, રાજકોટની ફાઈનલ ટી.પી (મુંજકા), ગુડાની સ્કીમ-8 (સરગાસણ)ને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી હાલ શહેરી વિકાસ વિભાગનો હવાલો પણ સંભાળી રહ્યા છે.


અમદાવાદને 60 કિ.મી.ના રસ્તાઓનો લાભ, 18 મીટરથી વધુ પહોળાઇના માર્ગોનું આયોજન 

 

આ 11 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી મળવાથી સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓના ઝડપી અમલીકરણની સાથે સાથે આંતરમાળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ થશે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી અમદાવાદની 8 ડ્રાફટ ટી.પી.ને કારણે 1000 હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજિત વિકાસ થઇ શકશે. આ 8 ટીપી સ્કીમમાં અંદાજિત રૂ. 1450 કરોડના કામો કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ ટી.પી. સ્કીમમાં મોટાભાગે 18 મીટર કે તેથી વધુ પહોળાઇના માર્ગોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેને કારણે શહેરને 60 કિ.મી.ના રસ્તાઓનો લાભ મળવાનો છે. 

 

180 હેકટર્સ જેટલી જમીન રસ્તાઓ માટે

 

માત્ર એટલું જ નહિ, 180 હેકટર્સ જેટલી જમીન રસ્તાઓ માટે, 195 હેકટર્સ જમીન અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને બાગ-બગીચા, ખુલ્લી જમીન, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ તેમજ આર્થિક-સામાજિક વર્ગના લોકોના રહેણાંક અને વાણિજ્યિક–રહેણાંકના વેચાણ હેતુથી પ્રાપ્ત થવાની છે. 

 

અમદાવાદમાં અસલાલીથી લઈ સનાથલમાં ટી.પી. મંજૂર

 

મંજૂર થયેલી 11 સ્કીમમાંમાં AUDAની ડ્રાફટ ટી.પી. સ્કીમ (1) 10/બી (કાણેટી),(2) 419 (અસલાલી), (3) 415(કઠવાડા), (4) 517 (કણભા-કુંજાડ), (5) 91 (સનાથલ-તેલાવ), (6) 8 (ધાનજ-પલસાણા-સઇજ), (7) 10 (બોરીસણા-કલોલ-ઓલા-પ્રતાપપુરા), (8) 401/અ (બાકરોલ-બાદરાબાદ-કમોડ) અને (9) પ્રિલિમિનરી ટી.પી. સ્કીમ નં. 84/બી (મકરબા) સહિત (10) રાજકોટની ફાઈનલ ટી.પી. સ્કીમ નં. 17 (મુંજકા) તેમજ (11) GUDAની ટી.પી. સ્કીમ નં. 

8(સરગાસણ)નો સમાવેશ થાય છે. 

 

અન્ય સમાચારો પણ છે...