રાજપથના CCTVમાં કોચે અન્ય બાળકીઓને ફટકાર્યાનો ઘટસ્ફોટ

ફૂટેજથી કોચનો બચાવ કરવો મુશ્કેલ બની જતાં આખરે રાજપથ ક્લબને FIR કરવાની ફરજ પડી હતી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:11 AM
In the Rajpath CCTV, the Koch revealed to the other girls about

અમદાવાદ: રાજપથ ક્લબમાં સ્વિમિંગ કોચે બે બાળકીઓને માર માર્યો હોવાની ઘટના બાદ બાળ અધિકાર સંરક્ષણ આયોગે સ્વિમિંગ પૂલના છેલ્લા 13 દિવસના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. આ ફૂટેજમાં અન્ય બાળકીને પણ કોચ મારતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ફૂટેજ હોવા છતાં કોચ હાર્દિક પટેલ સામે પગલાં લેવામાં ક્લબ મેનેજમેન્ટ નિષ્ફળ ગયું છે. આથી ભવિષ્યમાં તે શંકાના ઘેરામાં ન મુકાય તે હેતુથી તેમણે પોતાના બચાવમાં માટે રાતોરાત નિર્ણય બદલી કોચ હાર્દિક પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો હોવાનું જણાય છે.


આયોગના અધિકારીઓ વસ્ત્રાપુર પોલીસ સાથે શનિવારે રાજપથ ક્લબમાં પહોંચ્યું હતું, જ્યાં હાર્દિક કોચ તરીકે ક્લબમાં જોડાયો તે દિવસથી ગત 13 સપ્ટેમ્બર સુધીના સ્વિમિંગ પુલના સીસીટીવી ફૂટેજ માગ્યા હતા, પરંતુ બધા જ ફૂટેજ ઉપલબ્ધ ન હોવાથી 1થી 13 સપ્ટેમ્બર સુધીના જ ફૂટેજ મેળ‌વી શકાયા હતા. આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ કહ્યું છે કે, ‘અમારી ટીમે ફૂટેજ કબજે કર્યા છે, પણ તેમાં શું છે તેનો અહેવાલ સોમવારે ટીમ મને સુપરત કરશે. ત્યારબાદ તે અંગે હું વધુ કહી શકીશ.’ જ્યારે ક્લબના પ્રમુખ જગદીશ પટેલે કહ્યું છે કે, ‘આયોગને અમે પૂરો સહકાર આપી રહ્યા છે. એડવાન્સ કોચની બેન્ચના સ્વિમર્સ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેતાં હોવાથી તેમને થોડું કડક રહેવું પડતું હોય છે, પણ અમારા માટે સભ્યોની પ્રાયોરિટી પહેલી છે.’ આ મુદ્દે કોઈ બાંધછોડ થાય નહીં.

X
In the Rajpath CCTV, the Koch revealed to the other girls about
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App