ચૂંટણી / લોકસભામાં ભાજપને 26 બેઠક જીતાડવા સંઘના 200થી વધુ વિસ્તારકો કામે લાગ્યા

DivyaBhaskar.com | Updated - Feb 11, 2019, 01:32 PM
પ્રતિકાત્મક તસવીર રૂપે સંઘના
પ્રતિકાત્મક તસવીર રૂપે સંઘના
X
પ્રતિકાત્મક તસવીર રૂપે સંઘના પ્રતિકાત્મક તસવીર રૂપે સંઘના

  • 2014માં લોકસભા જીતાડવા સંઘે મદદ કરી હતી
  • RSS મતદાર જાગૃતિ અભિયાન ચલાવશે
     

અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતમાં 26 બેઠક ફરીથી જીતવા ભાજપ સંઘના શરણે પહોંચ્યું છે. સુત્રોની મળતી માહિતી અનુસાર રાજ્યના વિવિધ ભાગોમાં 200થી વધારે પૂર્ણકાલીન વિસ્તારકો ભાજપના પ્રચારમાં કામે લાગ્યા છે. જોકે લોકસભા 2014માં પણ સંઘે ભાજપને લોકસભા જીતાડવા મદદ કરી હતી.

ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વિસ્તારકોએ લોકસંપર્ક શરૂ કર્યો
1.સંઘના સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત RSSની ટીમ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભાજપના પ્રચારમાં લાગી ગઈ છે. અંદાજે 200થી વધારે વિસ્તારકો કામે લાગી ગયા છે. જેમાં સૌરાષ્ટ્રમાં 70, ઉત્તર ગુજરાતમાં 60 અને મધ્ય ગુજરાતમાં 30 વિસ્તારકોને પ્રદેશટીમે જવાબદારી આપી દીધી છે. 
હા, અમે મતદાર જાગૃતિ માટે પ્રચાર કરીશુંઃ વિજય ઠાકર, RSS
2.ગુજરાત RSS પ્રાંતના અધિકારી વિજય ઠાકરે દિવ્યભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે ‘હા, અમે રાજ્યમાં મતદાર જાગૃતિ માટે પ્રચાર કરીશું. 2014માં પણ સંઘે મતદાર જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. સંઘ હંમેશા રાષ્ટ્રવાદ માટે કામ કરે છે અને કરતું રહેશે. જો ભાજપ 26 સીટો પર જીતીને આવે તો સ્વયંસેવક તરીકે અમારી શુભેચ્છા છે.’
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App