તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ: સગાઈ પસંદ નહોઈ ફોઈ સાસુએ જમાઈને ત્રીજા માળેથી ધકકો મારી દીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: અમદાવાદના ઘાટલોડીયામાં રહેતા અને મજૂરીકામ કરતા યુવાનની સગાઈ નારણપુરાની એક યુવતિ સાથે થઈ હતી. દરમિયાન યુવતિની ફોઈએ આ યુવાન સામે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી જે કેસમાં સમાધાન કરવા માટે બોલાવી તેની ફોઈસાસુએ યુવાનને તેના એપાર્ટમેન્ટના ત્રીજામાળના ધાબે લઈ જઈ જાનથી મારી નાંખવાના ઈરાદે ધકકો મારી નીચે ફેંકી દીધો હતો. જો કે ગંભીર ઈજા સાથે યુવાનનો બચાવ થયો હતો. આ અંગે યુવાને તેની ફોઈ સાસુ સામે નારણપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ કરવા સંદર્ભે ફરિયાદ નોંધાવી છે.

 

સમાધાનની વાત આવતા હેતલબેને ઈન્કાર કરી દીધો 

 

આ અંગેની વિગત એવી છે કે, ઘાટલોડીયા સંજયનગરના છાપરામાં રહેતા દિનેશ નાનજીભાઈ બાગુલની ગઈ તા 24 માર્ચ, 2015ના રોજ નારણપુરા શાસ્ત્રીનગર સરકારી વસાહતમાં રહેતી ફોરમ નિલાંકભાઈ ભટ્ટ સાથે સગાઈ થઈ હતી. સગાઈ બાદ દિનેશ અને ફોરમ અવારનવાર મળતા રહેતા હતા. દરમિયાન ફોરમની ફોઈ હેતલબેન રાજેન્દ્રકુમાર ભટ્ટે દિનેશ બાગુલની વિરૂધ્ધમાં ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં 2016માં એક ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં સમાધાન કરવાનું નકકી થયું હતું. આ સંદર્ભે ગત 1 ઓકટોબરના રોજ હેતલબેને દિનેશને તેમના ઘરે બોલાવ્યો હતો. જો કે સમાધાનની વાત આવતા હેતલબેને ઈન્કાર કરી દીધો હતો.

 

 

ત્યારબાદ દિનેશને ખાનગીમાં વાતચીત કરવી છે તેમ કહી હેતલબેને તેમના એપોર્ટમેન્ટના ત્રીજા માળે લઈ ગયા હતા અને તેની નજર ચુકવી હેતલબેને દિનેશને ધકકો મારી દેતા દિનેશ ત્રીજા માળેથી ધાબા પર પટકાયો હતો અને બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જયાંથી તેણે નારણપુરા પોલીસ સમક્ષ તેની ફોઈ સાસુને તેની અને ફોરમની સગાઈ પસંદ નહોઈ તેને ઘકકો મારી જાનથી મારી નાંખવાની કોશિશ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે.

 

દિનેશ ઘરમાંથી નીકળી જતા પાછો બોલાવ્યો હતો

 

દિનેશના અનુસાર ફરિયાદનું સમાધાન કરવાનો ઈન્કાર કરતા તે હેતલબેનના ઘરેથી બહાર નીકળી ગયો હતો. પરંતુ હેતલબેને તેને ખાનગી વાત કરવી છે તેમ કહી પાછો બોલાવી ધાબા પર લઈ જઈ ધકકો માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે