અમદાવાદમાં રૂ.600 કરોડની હાઈટેક 18 માળની નવી વીઅેસ હોસ્પિટલ તૈયાર, ટૂંકમાં ઉદઘાટન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ  વી.એસ.સંકુલમાં 600 કરોડના ખર્ચે નવી બનેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બિલ્ડિંગ સંપૂર્ણ તૈયાર કરી દેવાયું છે. પ્રથમ તબક્કાના લોકાર્પણ માટે વડાપ્રધાન કાર્યલયને નિમંત્રણ પાઠવાયુ છે. વિશાળ સ્ટ્રક્ચર-હાઈટેક ઈન્ફ્રાસ્ટ્રકચર ધરાવતી આ હોસ્પિટલને કાર્યરત કરવા તથા ઓપરેશનલી સ્ટેબીલાઈઝ કરવા ખાનગી એજન્સી સાથે ત્રણ વર્ષના કરાર કરાયા છે. જેનો વાર્ષિક ખર્ચ રૂા.4.70 કરોડનો થવાનો અંદાજ છે. જેમાં કન્સ્લટન્સી સ્ટાફ સહિતનો સ્ટાફ એજન્સી પ્રોવાઈડ કરશે. આ હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરાવવા માટે મ્યુનિ. દ્વારા સમય મંગાયો છે. જો કે હજુ સુધી વડાપ્રધાન કાર્યાલય તરફથી કોઈ ચોક્કસ તારીખ અપાઈ નથી. સમય મળે તે પૂર્વે સ્થાનિક ભાજપના શાસકો અને આરોગ્યમંત્રી દ્વારા તેની સમીક્ષા કરાશેે. 

 

હોસ્પિટલની ખાસિયત

 

કન્સલટન્સી ફી કન્સલટન્સી ફી (ઓપીડી) 100-300, ફોલોઅપ કન્સલટેશન 50-200,  ડાયેટ કન્સલટેશન 100, ઈમરજન્સી મેડીકલ ઓફિસર ફી 150

 

નવી હોસ્પિટલ માટે આ પડકારો છે
 
- કુશળ અને અનુભવી મેનપાવર જ નથી
- બે-ત્રણ વર્ષ સુધી ઓપરેશનલી સ્ટેબિલાઈઝડ કરવી જરૂરી
- કાર્યપદ્ધતિ-સ્ટાફ માટે સ્ટાર્ન્ડડ ઓપરેટીવ પ્રોસીઝર જરૂરી
- હાઉસકીપીંગ સહિતની સર્વિસ આઉટ સોર્સ કરવી પડશે
- સર્વિસ લેવલ ઈન્ડીકેટર પ્રસ્થાપિત કરવાના થાય છે
- ડિજિટલ મોનિટરિંગ કરવું જરૂરી
 
1500 બેડ, 139 આઈસીયુ
 
~2500 સ્યૂટ રૂમ
 ~2000 ડીલક્સ રૂમ
~1500 સેમી ડીલક્સ
 
એર એમ્બુલન્સ માટે હેલિપેડ

ગુજરાતની સૌ પ્રથમ સરકારી હોસ્પિટલમાં એર એમ્બુલન્સની સેવા ઉપલબ્ધ કરાવાઈ છે. નવી વીએસ બિલ્ડિંગના 18મા માળે હેલિપેડ ઊભું કરાયું છે. કોઈપણ ઈમરન્સી સંજોગોમાં એર એમ્બુલન્સથી દર્દીઓ ટ્રાન્સફર કરી શકાશે. હોસ્પિટલની ડ્રોનથી લેવાયેલી તસવીર.  ફોટો-ધવલ ભરવાડ
 

 

સર્જિકલ ભાડું

કેટેગરીજનરલ બેડસ્પેશિયલ બેડ
માઈનોર300010000
મેજર500030000
સુપર મેજર800050000