Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » in 23 year bjp seat less but rupani government ministry is jumbo, break the modi record

રૂપાણીનો રેકોર્ડઃ 23 વર્ષમાં સૌથી ઓછી બેઠકો અને સૌથી વધુ મંત્રીઓ

Divyabhaskar.com | Updated - Jul 05, 2018, 01:22 PM

2017માં રૂપાણી સરકારમાં મોદીનો રેકોર્ડ તોડી મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળમાં 21 મંત્રીઓને સ્થાન આપ્યું

  • in 23 year bjp  seat less but rupani government ministry is jumbo, break the modi record
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રૂપાણી સરકારે મંત્રી મંડળનું કદ વધારવામાં નરેન્દ્ર મોદીના શાસનનો પણ વિક્રમ તોડી નાંખ્યો

    અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 23 વર્ષથી ભાજપનું શાસન છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2001થી 2014 સુધી એમ 13 વર્ષ ગુજરાતની ધુરા સંભાળી હતી. પરંતુ વિજય રૂપાણી સરકારે મંત્રી મંડળનું કદ વધારવામાં નરેન્દ્ર મોદીના શાસનનો પણ વિક્રમ તોડી નાંખ્યો છે, કેમ કે 2002થી 2017 સુધીના ભાજપના શાસન દરમિયાન વધુમાં વધુ 19 મંત્રીઓ હતા. પરંતુ 2017માં રૂપાણી સરકારમાં મોદીનો રેકોર્ડ તોડી મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળમાં 21 મંત્રીઓને સ્થાન આપ્યું છે. આમ મંત્રી મંડળના કદ મામલે રૂપાણી મોદી કરતા પણ સવાયા સાબિત થયા છે.

    (સૌરાષ્ટ્રના ભાજપના 23 MLAમાંથી દર ત્રીજા મંત્રી, 2 કેન્દ્રીય મંત્રી)

    નોંધનીય છે કે, 1995 બાદ ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં સૌથી ઓછી એટલે કે 99 બેઠકો જ ભાજપને મળી હોવા છતાં મંત્રી મંડળનું કદ જમ્બો જ રાખવામાં આવ્યું છે. આમ રૂપાણીએ ગુજરાતમાં સૌથી ઓછા ધારાસભ્યોમાં સૌથી વધુ મંત્રીઓ રાખવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

    આગળ જાણો મોદીના મુખ્યમંત્રી કાળ દરમિયાન કેટલા સભ્યોનું મંત્રી મંડળ હતું તે અંગેની વિગતો

  • in 23 year bjp  seat less but rupani government ministry is jumbo, break the modi record
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    2002માં મોદી મંત્રી મંડળમાં માત્ર 16 જ મંત્રીઓ હતા

    2002થી 2012 દરમિયાન મંત્રી મંડળનું કદ

     


    ગુજરાતમાં 2001માં મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી આવ્યા બાદ 2002માં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 127 બેઠકો મળી હતી. પરંતુ મોદીના મંત્રી મંડળમાં માત્ર 16 ધારાસભ્યોનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2007માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 2002 કરતા 10 બેઠક ઓછી મળી એટલે કે 117 સીટ મળી હતી. તે સમયે મોદી મંત્રી મંડળમાં 19 મંત્રીઓને જ સમાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2012માં ભાજપને 115 બેઠક મળી હતી, તે સમયે પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું મંત્રી મંડળ માત્ર 16 ધારાસભ્યોનું જ રાખ્યું હતું. 

     

  • in 23 year bjp  seat less but rupani government ministry is jumbo, break the modi record
    રૂપાણી સરકારમાં 99 બેઠકોમાં 21 મંત્રીઓ છે

    23 વર્ષમાં સૌથી ઓછી બેઠકો અને મંત્રી મંડળનું કદ સૌથી મોટું

     


    પરંતુ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ તેમના સ્થાને આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આનંદીબેને પણ અધવચ્ચે જ રાજીનામું આપી દેતા વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2017માં ભાજપ વિજય રૂપાણીની આગેવાનીમાં વિધાનસભા ચૂંટણી લડ્યું હતું. પરંતુ આ ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. છેલ્લા 23 વર્ષમાં ભાજપને સૌથી ઓછી બેઠક મળી હોવાની ઘટના રૂપાણીના નેતૃત્વમાં બની હતી. આમ છતાં રૂપાણીના નેતૃત્વમાં ચૂંટાયેલા ધારાસભ્યોની સાપેક્ષમાં જમ્બો મંત્રી મંડળ એટલે કે 21 સભ્યોનું રાખવામાં આવ્યું છે. આમ છેલ્લા 15 વર્ષના બીજેપીના શાસનમાં સૌથી ઓછી બેઠકો મળી હોવાછતાં સૌથી મોટું મંત્રી મંડળ બનાવવાનો રેકોર્ડ રૂપાણીએ પ્રસ્થાપિત કર્યો છે.

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending