પતિએ પત્નીને કહ્યું ‘તું મારા મિત્ર સાથે શરીર સંબંધ બાંધ; જે સંતાન થશે એ આપણું’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ  મહિલાએ ફેમિલી કોર્ટમાં અરજી કરી કહ્યું કે પતિ શારીરિક સંબંધ બાંધવા સક્ષમ નથી. લગ્નના 3 મહિના બાદ પતિએ આ વાત જણાવી હતી. તેમજ પતિ કહ્યું હતું કે હું તને દુ:ખી કરવા માંગતો નથી. તું મારા મિત્ર સાથે સંબંધ રાખ તેમાંથી જે બાળક જન્મશે તેને પોતાના સંતાન તરીકે ઉછેરીશું. 


પતિ કહ્યું, તારા અને મારા મિત્રના સંબંધથી જન્મનાર બાળકને સંતાન તરીકે ઉછેરીશું 
 

તેમજ સાસરિયાંને આ વાત જણાવતા સાસરિયાં દવા કરાવવા પૈસાની માંગણી કરતા હતા. અંતે કંટાળીને મહિલાએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો તથા અન્ય કોર્ટમાં ઘરેલુ હિંસાની અરજી કરી હતી. શાહઆલમ રહેતી 24 વર્ષીય રેશ્માના લગ્ન 23 ફેબ્રુઆરી 2017ના રોજ સાહિલ સાથે થયા હતા. લગ્નના 3 મહિના સુધી સાહિલ અને રેશ્મા વચ્ચે પતિ પત્નીના કોઇ સંબંધ બંધાયેલા ન હોઇ રેશ્માએ આ અંગે પૂછ્યું હતું. ત્યારે સાહિલે કહ્યું હતું કે મારે શારીરિક ઊણપ છે. મારે તારી સાથે લગ્ન કરવા નહોતા પરંતુ મારા કુટુંબીઓએ જબરજસ્તી લગ્ન કરાવ્યા હતા. સાસરિયા પૈસા લાવા દબાણ કરતા હતા. રેશમાના પિતાએ રૂ. 10 લાખ આપ્યા હતા. એ બાદ પણ તેમનો ત્રાસ વધતો જ રહ્યો. બીજી તરફ પતિએ કહ્યું હતું કે તું મારા મિત્ર સાથે સંબંધ રાખ તેમાંથી જે બાળક જન્મશે તેને સંતાન તરીકે ઉછેરીશું. કંટાળીને મહિલાએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો તથા અન્ય કોર્ટમાં ઘરેલુ હિંસાની અરજી કરી હતી.


પતિ આત્મહત્યાની ધમકી આપતો 
 

પતિ કહેતો જો તું આ વાત કોઇને કહીશ તો હું આત્મહત્યા કરી લઇશ. તેમજ આત્મહત્યામાં તારું અને તારા પરિવારનું નામ લખીશ. 

 

 

(પાત્રોનાં નામ બદલ્યાં છે.)