રાજદ્રોહ કેસમાં હાર્દિક કેટલી વાર તારીખ માંગશે: સરકાર

How often the hardik will ask for a date in the treason case: the government
Bhaskar News

Bhaskar News

Sep 15, 2018, 03:06 AM IST
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભડકાઉ ભાષણો અને કોમી વૈમનસ્ય ફેલાવી રાજદ્રોહના ગુનાનો સામનો કરતા પાસના નેતા હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ એક સાથે કોર્ટમાં હાજર નહીં રહેતા તેમની સામે આરોપનામું ઘડવા માટે તારીખ પર તારીખ પડ્યા કરે છે. સરકારી વકીલે શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણીમાં દલીલ કરેલી કે આરોપીઓ જાણી જોઇને તેમની સામે આરોપનામું ના ઘડાય માટે એક સાથે હાજર રહેતા નથી. આરોપીઓ કેટલી વાર તારીખ માંગશે. કોર્ટે આની ગંભીર નોંધ લઇને હાર્દિક પટેલ સહિતના આરોપી સામે આરોપનામું ઘડી કાનૂની કાર્યવાહી શરૂ કરવી જોઇએ. જો કે કોર્ટે વધુ એક તારીખ આપી 12 ઓક્ટોબરના રોજ તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ કર્યો હતો.
X
How often the hardik will ask for a date in the treason case: the government
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી