હાઇકોર્ટ કહ્યું સુધરી જાવ નહીંતર; તમારા બિલ્ડિંગ આગળ કોઈ વાહન પાર્ક કરે તો દંડ તમારે ભોગવવાનો

જાહેર રસ્તા પર દબાણ હવે કોર્ટનો તિરસ્કાર, હટાવાયેલાં દબાણ ફરી થાય નહીં એ માટે જતાં જતાં જસ્ટિસ શાહ તેનો પણ ઉપાય બતાવીગયા

DivyaBhaskar.com | Updated - Aug 11, 2018, 11:15 AM
ઘટનાને દર્શાવવા પ્રતિકાત્મક તસવીર લીધી છે
ઘટનાને દર્શાવવા પ્રતિકાત્મક તસવીર લીધી છે

અમદાવાદઃ જાહેર રસ્તા પરનાં દબાણો હવે કોર્ટની તિરસ્કાર સમાન ગણાશે, કારણ કે રસ્તાઓ, ફૂટપાથ, લોકોના ઉપયોગ માટે હોવાથી તત્કાળ તેની પરનાં દબાણો હટાવવા હાઈ કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, 'શહેરના રસ્તાઓ નવા બનાવવા કે પછી તેનું રિસર્ફેસિંગ પણ ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ થવું જોઈએ અને જો તેમાં કોઈ ખામી જણાય તો કામ સંતોષજનક થયું હોવાની ખાતરીનું સર્ટિફિકેટ આપનારા ઉચ્ચ અધિકારીઓની સામે ઇન્ડિયન પિનલ કોડ હેઠળ કાર્યવાહી કરો.' ટ્રાફિકની સમસ્યા બાબતે પણ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, કોઈ દુકાન, થિયેટર, મોલ, ધાર્મિક સ્થળ, શાળા-કોલેજ કે કોઈ પણ બિલ્ડિંગ સામે એક પણ વ્યક્તિ વાહન પાર્ક કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેના મેનેજમેન્ટની ગણાવી તેમને નોટિસ આપવા સુધીની જોગવાઈ હુકમમાં સ્પષ્ટ કરવામાં આવી છે.

હાઈ કોર્ટના સિનિયર એડવોકેટ રશ્મીન જાનીના જણાવ્યાનુસાર, હાઈકોર્ટના આદેશ મુજબ અને કાયદાકીય જોગવાઈ મુજબ જાહેર રસ્તા પર દબાણ કરવું તે હવે કોર્ટની તિરસ્કારના સમાન ગણાશે. શહેરમાં રઝળતાં ઢોરના વધી રહેલા ત્રાસ બાબતે જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ એ. વાય. કોગજેની ખંડપીઠે સ્પષ્ટ કર્યું છે કે, તમામ રઝળતાં ઢોરને નામ-નંબરના ટેગ લગાવી દેવામાં આવે અને જાહેર રસ્તા પર રઝળતાં ઢોરના કિસ્સામાં તેના માલિકોની સામે પણ ફોજદારી પગલાં લેવામાં આવે.

ઢોર પકડ્યાથી ઊપજેલી દંડની રકમ પણ પાંજરાપોળના ઉત્કર્ષ માટે ખર્ચ કરવામાં આવે. રસ્તા પર રઝળતાં ઢોર માટે સ્થાનિક પોલીસ અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવી છે. ઇમ્પેક્ટ ફી મુદ્દે પણ કોમર્શિયલ બિલ્ડિંગમાં પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા સામે પણ પુન:વિચાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

જાહેર રસ્તા, ફૂટપાથ અને અન્ય રસ્તાઓ માત્ર લોકો માટે જ છે, ત્યાં ગેરકાયદે દબાણોને તત્કાળ દૂર કરવા માટે હાઈ કોર્ટે આદેશ આપ્યો છે. બીજી તરફ દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન અસર પામેલા 7500 જેટલા ફેરિયાને પણ જો જગ્યા હોય તો જ વિકલ્પ આપવા માટે આદેશ અપાયો છે.

X
ઘટનાને દર્શાવવા પ્રતિકાત્મક તસવીર લીધી છેઘટનાને દર્શાવવા પ્રતિકાત્મક તસવીર લીધી છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App