રથયાત્રા પૂર્વે હિલિયમ બલૂનનું રિહર્સલ, 5 KM સુધી રાખે છે નજર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: અષાઢી બીજના રોજ યોજાનારી 141મી રથયાત્રામાં સુરક્ષા માટે ઇઝરાયલના હિલિયમ બલૂનનો ઉપયોગ કરવામાં આવશે. આ બલુન 1500 ફુટની ઉંચાઇએ જશે અને તેનાથી પાંચ કિલો મીટર સુધીનુ સર્વેલન્સ થઇ શકશે. આ બલૂનમાં હાઇ રિઝોલ્યુશન કેમેરા ફીટ કરવામાં આવશે. જેમાંથી એકદમ સ્પષ્ટ ચિત્ર મળી શકશે. જેને પગલે આજે હિલિયમ બલૂનનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

 

મોનિટરિંગ સિસ્ટમ પર એનએસજી રાખશે નજર

 

આ માટે ખાસ મોનિટરિંગ સ્થળ ઉભું કરવામાં આવ્યું છે. જેના દ્વારા રથયાત્રાના માર્ગમાં થતી તમામ ગતિવિધિનું મોનિટરિંગ થશે. આ મોનિટરિંગ સિસ્ટમ પર એનએસજી અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એક્સપર્ટ્સ ધ્યાન રાખશે. આ બલૂન 72 કલાક સુધી કાર્યરત થઇ શકે છે, જ્યારે તેમાં નાઇટ વિઝન કેમેરા પણ લગાવવામાં આવે તો તે રાતે પણ કામ કરી શકે છે.

 

(રથયાત્રામાં રાજા જ કરાવી શકે પહિંદ વિધિ, મોદીએ કરી સૌથી વધુ પહિંદ વિધિ)

 

તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈઝરાયેલ પ્રવાસે ગયા હતા અને તેમની સાથે તેઓ ઇઝરાયેલની સિક્યુરિટી સિસ્ટમની પણ સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમને હિલિયમ બલૂનનો ઉપયોગ નજરમાં આવ્યો હતો. જેને પગલે ગુજરાતની રથયાત્રામાં પહેલી વખત હિલિયમ બલુન દ્વારા સર્વેલન્સ કરાવવાનો નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે.

 

આગળ જુઓ રિહર્સલના વધુ ફોટોઝ