બંગાળની ખાડીમાં લોપ્રેશરથી રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સિવાય રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદની ઘટ છે. પરંતુ, આગામી 48 કલાકમાં બંગાળની ખાડીનાં ઉત્તરના ભાગમાં લો-પ્રેશર સક્રિય થશે, તેમજ હાલમાં દક્ષિણ ગુજરાત ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ, ઓડિસા તેમજ પાકિસ્તાન અને રાજસ્થાન જેવાં વિસ્તારોમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેને પગલે 13 જુલાઇથી ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલા અપરએર સાઈક્લોનિક સરક્યુુલેશનથી આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

 

 

તેમજ આગામી 24 કલાકમાં દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી  શકે છે. જ્યારે અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો હોવા છતાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. પરંતુ, બંગાળની ખાડીમાં સક્રિય થનારુ લો-પ્રેશર 13મી જુલાઇથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચી લાવે તેવી સંભાવના છે. હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, 12મી જુલાઇએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર યથાવત્ રહેશે. પરંતુ, 13મી જુલાઇ સુધીમાં બંગાળની ખાડીનુું લો-પ્રેશર આગળ વધતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ ખેંચી લાવશે.

 

 

 

આગામી ચાર દિવસ વરસાદની સ્થિતિ

 

*12 જુલાઇ - હળવોથી મધ્યમ વરસાદ

 

*13 જુલાઇ -અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનથી ગુજરાતમાં વરસાદ.

 

*14 જુલાઇ - રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ.

 

*15 જુલાઇ -રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ.

અન્ય સમાચારો પણ છે...