જોખમી કામ, હાઈટેન્શનની ચાલુ લાઈન પર પતંગ-દોરા ઉતારતા વીજ કર્મીઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ઉત્તરાયણના પર્વની શહેરીજનો ઉમંગ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરે છે. પતંગ રસિયાઓ મન ભરીને તહેવાર મનાવે છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ વીજ લાઈનના હાઈટેન્શન લાઈનો તથા અન્ય વીજલાઈનો પર કપાયેલા પતંગ અને દોરી લપેટાઈ જાય છે. સૂત્રોના જણાવ્યાનુસાર, વીજ કંપનીના કર્મચારીઓ સેફ્ટી ઈક્વિપમેન્ટ સાથે અગમચેતીના પગલાં લઈને હાઈટેન્શન લાઈનો પર વીંટળાયેલા પતંગ અને દોરીના ગૂંચળા દૂર કરતા હોય છે. જો કે,આ કામગીરી દરમિયાન વીજ પાવર બંધ રખાતો નથી અને આ હેતુસર કોઈ અલગ બજેટ ફાળવાતું નથી તેમજ તે રૂટિન ખર્ચ જ ગણાય છે.
અન્ય સમાચારો પણ છે...