હાર્દિક પટેલને શરદ યાદવે કરાવ્યું જળગ્રહણ, આમરણાંત ઉપવાસના 13માં દિવસે કર્યો હતો જળત્યાગ

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 15મો દિવસ, ઉપવાસી છાવણીને બદલે હોસ્પિટલમાં ઉપવાસ

DivyaBhaskar.com | Updated - Sep 08, 2018, 02:32 PM

અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 15મો દિવસ છે. લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવે હોસ્પિટલાઈઝ્ડ હાર્દિકને જળગ્રહણ કરાવ્યું હતું. હાર્દિકે સરકારને આપેલું એલ્ટીમેટ પૂરું થતાં બે દિવસ પહેલા જળ ત્યાગ કર્યો હતો. આ પહેલા મુલાકાતે આવેલા યાદવના સન્માનમાં હાર્દિક બેડથી ઉતર્યો હતો અને તેમને મળીને હસ્તધનૂન કર્યું હતું. અશક્ત હાર્દિક વરિષ્ઠ નેતાને મળીને ખુશ થયો હતો. બંને વચ્ચે વાતચીત થઈ હતી. યાદવે હાર્દિકને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી અને તેના આંદોલનને સમર્થન આપ્યું હતું. હવે તે ઉપવાસી છાવણીમાંથી તેના ઉપવાસ આગળ વધારી રહ્યો નથી પરંતુ હોસ્પિટલના બિછાનેથી અન્ન-જળનો ત્યાગ કરીને પોતાની માંગો પર અડગ રહ્યો છે. ત્યારે તેને મળવા માટે રાષ્ટ્રીય નેતાઓ અને ધર્મગુરૂ હોસ્પિટલમાં પહોંચી તેની ખબરઅંતર પૂછશે.

હાર્દિક પટેલને કોણ મળશે?

- ધર્મગુરૂ આચાર્ય પ્રમોદ
- સમાજ સુધારક સ્વામી અગ્નિવેશ
- સમાજવાદી પાર્ટીના નેતા અને સાંસદ ધર્મેન્દ્ર યાદવ
- આમઆદમી પાર્ટીના ધારાસભ્ય કર્નલ દેવેન્દ્ર શેરાવત
- ડીએમકે પાર્ટીના નેતા એ રાજા અને ઈલિયાસ આઝમી

hardik patels indefinite fast sharad yadav visit and support him for his allegation
hardik patels indefinite fast sharad yadav visit and support him for his allegation
hardik patels indefinite fast sharad yadav visit and support him for his allegation
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App