ચૂંટણી પ્રચાર / રાહુલ અને સોનિયાને જીતાડવા સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની અમેઠી-રાયબરેલીમાં જનસભા

સૌજન્ય: ટ્વીટર
સૌજન્ય: ટ્વીટર

  • અમેઠીથી રાહુલ ગાંધી અને રાયબરેલીથી સોનિયા ગાંધી ચૂંટણીના મેદાને
  • સવારે 11 વાગ્યે અમેઠીથી સભાની શરૂઆત સાંજે રાયબરેલીમાં પૂર્ણ થશે

DivyaBhaskar.com

Apr 24, 2019, 12:14 PM IST

અમદાવાદ: 6મેના રોજ ઉત્તર પ્રદેશની 14 લોકસભા બેઠક પર મતદાન યોજાવવાનું છે. જેમાં અમેઠી અને રાયબરેલી બેઠકનો પણ સમાવેશ થાય છે. અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી જ્યારે રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ અને સોનિયાને જીતાડવા કોંગ્રેસ ખુબ જોર-શોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પણ રાહુલ-સોનિયાના ચૂંટણી પ્રચાર માટે ઉત્તરપ્રદેશ પહોંચી ગયો છે. હાર્દિકની અમેઠીમાં બે અને રાયબરેલીમાં બે જનસભા છે. હાર્દિકે સવારે 11 વાગ્યે અમેઠીથી રેલી અને જનસભાની શરૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે જ્યારે સુરેન્દ્રનગરના બલદાણામાં સભા કરી હતી તે દરમિયાન તરૂણ ગજ્જર નામના વ્યક્તિએ તેને ચાલુ ભાષણે લાફો માર્યો હતો.

X
સૌજન્ય: ટ્વીટરસૌજન્ય: ટ્વીટર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી