ભારત બંધને હાર્દિક પટેલનું સમર્થન, કહ્યું- ‘ભારત બંધ આત્મમુગ્ધ થયેલી મોદી સરકારને જગાડવા માટે છે’

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન, શાહપુર અને મિરઝાપુરમાં બસ પર પથ્થરમારો

DivyaBhaskar.com | Updated - Sep 10, 2018, 11:53 AM
હાર્દિક પટેલે ભારત બંધને સમર્થન આપ્યું- ફાઈલ
હાર્દિક પટેલે ભારત બંધને સમર્થન આપ્યું- ફાઈલ

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. અમદાવાદ સહિત ભારતમાં કોંગ્રેસના કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા છે અને મોદી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કોંગ્રેસ સહિતના અન્ય સમુદાયો ભારત બંધમાં જોડાયા છે. હાર્દિક પટેલે પણ ટ્વિટ કરીને ભારત બંધને સમર્થન આપ્યું છે. હાર્દિકે ટ્વિટમાં કહ્યું કે-‘ભારત બંધ સામાન્ય જનતાની તકલીફોથી આત્મમુગ્ધ થયેલી મોદી સરકારને જગાડવા માટે છે’.


હાર્દિક પટેલનું ટ્વિટ

અમિત ચાવડા સહિતના કોંગી નેતાઓની અટકાયત
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં ભારત બંધ હિંસક રૂપ ધારણ કર્યું છે. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોએ શાહપુર અને મિરઝાપુરમાં બસ પર પથ્થરમારો કર્યો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ,મનિષ દોશી, બદરૂદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાની અટકાયત કરવામાં આવી છે જ્યારે શૈલેષ પરમાર, હિંમતસિંહ અને મનીષ મકવાણા ધરપકડ કરવામાં આવી છે.

કોંગી નેતા મનિષ દોશીની અટકાયત
કોંગી નેતા મનિષ દોશીની અટકાયત
ઈમરાન ખેડાવાલા અને ગયાસુદ્દીન શેખની અટકાયત
ઈમરાન ખેડાવાલા અને ગયાસુદ્દીન શેખની અટકાયત
X
હાર્દિક પટેલે ભારત બંધને સમર્થન આપ્યું- ફાઈલહાર્દિક પટેલે ભારત બંધને સમર્થન આપ્યું- ફાઈલ
કોંગી નેતા મનિષ દોશીની અટકાયતકોંગી નેતા મનિષ દોશીની અટકાયત
ઈમરાન ખેડાવાલા અને ગયાસુદ્દીન શેખની અટકાયતઈમરાન ખેડાવાલા અને ગયાસુદ્દીન શેખની અટકાયત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App