તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાર્દિકનો \'વિકાસ\', ગામડાના નળીયા વાળા મકાનથી આલિશાન ફાર્મ હાઉસ સુધીની સફર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટીકેન્દ્ર રાવલ, અમદાવાદઃ 25 ઓગસ્ટ 2015ની પાટીદાર અનામત આંદોલનની જબરદસ્ત રેલી અને સભાને આગામી 25 ઓગસ્ટ 2018ના રોજ ત્રણ વર્ષ પુરા થઈ રહ્યા છે, ત્યારે પાસ નેતા હાર્દિક પટેલે ફરીવાર અનામતના મુદ્દે આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામવાની તૈયારીમાંછે. છેલ્લા સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનમાં અનેક વળાંકો આવ્યા છે. માત્ર 25 વર્ષની ઉંમરનો હાર્દિક કે જે વિરમગામ તાલુકાના નાનકડા ચંદ્રનગરી ગામના નળીયાવાળા મકાનમાંથી આજે અમદાવાદ શહેરના પોશ ગણાતા વૈષ્ણોદેવી વિસ્તારમાં આલિશાન ફાર્મ હાઉસ એવા 'છત્રપતિ નિવાસ'માં રહેવા લાગ્યો છે. 

 

ત્રણ વર્ષમાં હાર્દિક પટેલના વિકાસ પાછળનું રહસ્ય શું છે?

 

હાર્દિક પટેલના આ ત્રણ વર્ષના વિકાસથી વિરોધ પક્ષો જ નહીં, પાટીદાર સમાજ પણ વિચારણામાં પડી ગયો છે કે, માત્ર ત્રણ વર્ષમાં હાર્દિક પટેલના વિકાસ પાછળનું રહસ્ય શું છે? આ મામલે હાર્દિક પટેલને પત્રકારોથી લઈને સમાજના આગેવાનોએ અનેકવાર પૂછપરછ કરી છે ત્યારે હાર્દિક અકળાઈ ઉઠીને જવાબ આપવાનું ટાળે છે.

 

50 ટકા કરતા પણ ઓછા માર્કે થયો બી.કોમ


હાર્દિકનો જન્મ 20 જુલાઈ, 1993ના રોજ અમદાવાદ જિલ્લાના વિરમગામમાં થયો હતો. હાર્દિક પટેલને બાળપણથી જ નેતા બનવાની મહત્વકાંક્ષા હતી. જેથી અમદાવાદમાં કોલેજકાળ દરમિયાન પણ તે વિદ્યાર્થી નેતા તરીકે ઉભર્યો હતો. તે સહજાનંદ કોલેજમાં 50 ટકા કરતા પણ ઓછા માર્ક સાથે બી.કોમ થયો હતો. હાર્દિક અનામત આંદોલનના કારણે માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં પાટીદાર નેતા તરીકે ઉભરી આવ્યો છે. 

 

(દિવસભર ડ્રામા ચાલ્યા બાદ હાર્દિકનો જામીન પર છૂટકારો, હાર્દિકે આક્ષેપ કર્યો PIએ મારી નાખવાની ધમકી આપી હતી)

 

 

આગળ જાણો હાર્દિકના ફેમિલીથી લઈ ચંદ્રનગરીથી અમદાવાદ સુધી સફર, જેલવાસ, તડીપાર અને એક સમયના સાથીઓ રેશ્મા પટેલ તથા વરૂણ પટેલે મુકેલા આરોપ અંગેની વિગતો