હાર્દિકના પારણાં કરાવવા પાટીદાર સમાજ, સંસ્થા અને ધારાસભ્યો થયા સક્રિય

hardik patel indefinite fast over patidar community mlas and organisation plan
hardik patel indefinite fast over patidar community mlas and organisation plan
hardik patel indefinite fast over patidar community mlas and organisation plan

DivyaBhaskar.com

Sep 11, 2018, 02:06 PM IST

અમદાવાદ: હાર્દિક પટેલ છેલ્લા 18 દિવસથી 3 માંગણીઓ સાથે આરમણાંત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે પાટીદાર સમાજ, પાટીદાર સંસ્થાઓ અને પાટીદાર ધારાસભ્યો તેના આમરણાંત ઉપવાસ પૂરા કરાવી પારણાં કરાવવા હાર્દિકને આજે માનવવાના છે. ઉપવાસ દરમિયાન બે દિવસ તેણે હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડી હતી. સરકાર માત્ર ચિંતિત હોવાનું ગાણું ગાઈને સમાધાન કરવા કોઈ પગલાં લીધા ન હતા.

સરકાર સામે લડવા સમજાવશે

બપોરે કોંગ્રેસના ધારાસભ્યો હાર્દિકની ઉપવાસી છાવણીમાં જઈને તેને પારણાં કરી લેવા મનામણાં કરશે. સાથે જ સીધી રીતે ન માનતી સરકારને અન્ય રીતે લડવા માટે સમજાવીને પારણાં કરવા મનાવશે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટે, આશા પટેલ અને મહેશ પટેલ સહિતનાનો સમાવેશ થાય છે.

કોંગ્રેસનું હાર્દિકને ઉપવાસમાં સમર્થન

હાર્દિક પટેલ છેલ્લા 18 દિવસથી સરકાર સામે આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. છતાં સરકાર માનવા તૈયાર નથી. તેવી સ્થિતિમાં કોંગ્રેસ તેના પાટીદાર ધારાસભ્યોને મોકલીને હાર્દિકને ઉપવાસ સમેટવા આગળ આવી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિકના ઉપવાસને કોંગ્રેસ પહેલા દિવસથી સમર્થન કરી રહી છે. પહેલા દિવસથી જે તેની ઉપવાસી છાવણીમાં ઓછોમાં ઓછો એક કોંગ્રેસનો નેતા દરરોજ મુલાકાત લેતો જોવા મળ્યો હતો. ભારત બંધ દરમિયાન ગઈકાલે કોઈ તેને મળ્યું ન હતું. પરંતુ ગઈકાલે અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ચોક્કસ મળ્યા હતા.

ઉપવાસી છાવણીનો નવો ડોમ તૈયાર

ઉલ્લેખનીય છે કે હાર્દિક બે દિવસ હોસ્પિટલમાં રહ્યો તે વચ્ચે તેના રહેઠાણ છત્રપતિ નિવાસે મોટો ડોમ તૈયાર કરાયો હતો. હવે ત્યાંથી હાર્દિક આમરણાંત ઉપવાસ કરવાનો હોવાનું નિર્ધારિત કર્યું હતું.

X
hardik patel indefinite fast over patidar community mlas and organisation plan
hardik patel indefinite fast over patidar community mlas and organisation plan
hardik patel indefinite fast over patidar community mlas and organisation plan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી