અમદાવાદ: હાર્દિક પટેલ છેલ્લા 18 દિવસથી 3 માંગણીઓ સાથે આરમણાંત ઉપવાસ કરી રહ્યો છે. હાર્દિકને મનાવવા માટે પાટીદાર સમાજ અને સંસ્થાઓની એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. જેમાં પાટીદાર સમાજના આગેવાનોએ હાર્દિકના અનશનને લઈ ગહન ચર્ચા કરી હતી. બેઠક બાદ ઉમિયાધામના સહમંત્રી રમેશ દુધવાલા હાર્દિક પટેલની ઉપવાસી છાવણી પહોંચ્યા હતા અને હાર્દિકને પારણાં કરાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. સાથે જ સમાજના મોભીઓ અને આગેવાનો ઉપવાસી છાવણી પહોંચીને હાર્દિકને પારણાં કરવા માટે સમજાવ્યો હતો.
કોંગ્રેસનું હાર્દિકને ઉપવાસમાં સમર્થન
હાર્દિક પટેલ છેલ્લા 18 દિવસથી સરકાર સામે આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. છતાં સરકાર માનવા તૈયાર નથી. તેવી સ્થિતિમાં કોંગ્રેસ તેના પાટીદાર ધારાસભ્યોને મોકલીને હાર્દિકને ઉપવાસ સમેટવા આગળ આવી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિકના ઉપવાસને કોંગ્રેસ પહેલા દિવસથી સમર્થન કરી રહી છે. પહેલા દિવસથી જે તેની ઉપવાસી છાવણીમાં ઓછોમાં ઓછો એક કોંગ્રેસનો નેતા દરરોજ મુલાકાત લેતો જોવા મળ્યો હતો. ભારત બંધ દરમિયાન ગઈકાલે કોઈ તેને મળ્યું ન હતું. પરંતુ ગઈકાલે અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ચોક્કસ મળ્યા હતા.
વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....