હાર્દિકે નરેશ પટેલના હાથે પાણી ન પીધું અને બિનગુજરાતીના હાથે કેમ પીધુંઃ નીતિન પટેલ

મારે હાર્દિકને પૂછવું છે જેને ગુજરાત સાથે કોઈ લેવા દેવા નથી, તેમના હાથે પાણી કેમ પીધુંઃ નીતિન પટેલ

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:57 PM

અમદાવાદ: પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોના દેવા માફી મામલે છેલ્લા 19 દિવસથી ઉપવાસ પર ઉતરેલા પાસ કન્વીનર હાર્દિક પટેલે આજે પારણાં કર્યા છે. આ અંગે પાસ કન્વીનર મનોજ પનારાએ જાહેરાત કર્યાના થોડા સમયમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિકના પારણાં અંગે પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકે સ્વયં પારણાં અંગે જાણકારી આપી. મોડે મોડે પણ પારણાં કરવાનો નિર્ણય સારો છે.હાર્દિકે સમાજના અગ્રણીઓની લાગણી દુભાવી છે. હાર્દિકે પારણાં કરવાનો થોડો મોડો નિર્ણય લીધો તેણે આ નિર્ણય પહેલાં કરવાની જરૂર હતી. મારે હાર્દિકને પૂછવું છે કે, જેને ગુજરાત સાથે કોઈ લેવા દેવા નથી, તેમના હાથે પાણી કેમ પીધું? હાર્દિકે નરેશ પટેલના આદરનો અનાદર કર્યો છે.

સરકાર વ્યાજબી અને યોગ્ય મુદ્દાઓ સ્વીકારે છે


નીતિન પટેલે આગળ જણાવ્યું હતું કે, હાર્દિકે સરકારની સલાહ માની નહોતી. પાટીદાર સમાજના આગેવાનો સરકાર સાથે ચર્ચા કરે છે. સરકાર વ્યાજબી અને યોગ્ય મુદ્દાઓ સ્વીકારે છે. અમારી પાસે રાજ્યનો કોઈ પણ સમાજ પોતાની માંગણી કે મળવા આવે તો અમે તેમને સમય આપીએ છીએ. હાર્દિક પટેલના આ નિર્ણયની જાણ અમને આજે મળેલી મંત્રીમંડળની મીટિંગમાં થઈ હતી.

સૌનો સાથ સૌનો વિકાસની કામગીરી પ્રજા આવકારી રહી છે


નાયબ મુખ્યમંત્રીએ પોતાની વાત પૂર્ણ કરતા કહ્યું હતું કે, "ગુજરાતમાં શાંતિ સલામતી એક્તા અને એક્તાનો વ્યવહાર સારી રીતે ચાલે, અમારી પ્રજાલક્ષી કામગીરી, ખેડૂતલક્ષી, યુવાલક્ષી , મહિલાલક્ષી, સૌનો સાથ સૌનો વિકાસની કામગીરી પ્રજા આવકારી રહી છે. વિકાસની કામગીરીમાં નાની મોટી મુશ્કેલીઓ આવતી હાય છે. પરંતુ એમણે બિનશરતી પારણાં કરવાની જાહેરાત કરી છે એને સારો નિર્ણય ગણીએ છીએ."

(અ'વાદ સામૂહિક સુસાઈડ કેસઃ 'મમ્મી મેં ઘણીવાર કાળી વિદ્યા અંગે કહ્યું પણ તમે માન્યા નહીં')

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App