નીતિનભાઈ ભૂલી ગયા છે કે મારા કારણે ઉપમુખ્યમંત્રી છે: પારણાં બાદ હાર્દિકનો જવાબ

hardik patel attack on nitin patel for statement given by dy cm
hardik patel attack on nitin patel for statement given by dy cm
hardik patel attack on nitin patel for statement given by dy cm

DivyaBhaskar.com

Sep 12, 2018, 06:35 PM IST

અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના સમાજની સંસ્થાઓએ પારણાં કરાવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અંતમાં તેણે જણાવ્યું હતું કે, નીતિનભાઈ ભૂલી ગયા છે કે મારા કારણે ઉપમુખ્યમંત્રી છે. ઉલ્લેખનીય છે કે, નીતિન પટેલે હાર્દિક પારણાં કર્યા એ સારી વાત છે પરંતુ તેને પહેલા કરી લેવા જોઈતા હતા.મારે હાર્દિકને પૂછવું છે કે, જેને ગુજરાત સાથે કોઈ લેવા દેવા નથી, તેમના હાથે પાણી કેમ પીધું? હાર્દિકે નરેશ પટેલના આદરનો અનાદર કર્યો છે. તેનો જવાબ આવી રીતે આપ્યો હતો.

હાર્દિક પારણાં કરવાનો છે એવી પાસે જાહેરાત કરી ત્યારે નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકે સ્વયં પારણાં અંગે જાણકારી આપી. મોડે મોડે પણ પારણાં કરવાનો નિર્ણય સારો છે. હાર્દિકે સમાજના અગ્રણીઓની લાગણી દુભાવી છે. હાર્દિકે પારણાં કરવાનો થોડો મોડો નિર્ણય લીધો તેણે આ નિર્ણય પહેલાં કરવાની જરૂર હતી.

X
hardik patel attack on nitin patel for statement given by dy cm
hardik patel attack on nitin patel for statement given by dy cm
hardik patel attack on nitin patel for statement given by dy cm
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી