હાર્દિક અને સરકાર વચ્ચે મધ્યસ્થી બનવા નરેશ પટેલના નામની ચર્ચા: સી કે પટેલ સામે PAAS નો વિરોધ

પાટીદાર અનામત અંદોલન સમિતિ અને સરકાર પણ નરેશ પટેલને એક વગદાર અને નિષ્પક્ષ આગેવાન માને છે

DivyaBhaskar.com | Updated - Sep 05, 2018, 09:17 PM
Hardik-government in the name of an intermediary between khodaldham Naresh Patel

અમદાવાદઃ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દે છેલ્લા 12દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને મનાવવા માટે મધ્યસ્થી બનેલા પાટીદાર સંસ્થાના આગેવાન સી.કે પટેલ સામે ભારે વિરોધ થતાં અંતે ખોડલધામના નરેશ પટેલને મધ્યસ્થી બનાવીને સરકાર સાથે વાટાઘાટો કરવા મોકલવામાં આવે તેવી શક્યતાઓ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીના બે મુદ્દા સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા છે.

જેને લઇને પાટીદાર સંસ્થાઓના આગેવાનો છેલ્લા બે દિવસથી મધ્યસ્થી બનીને સમાધાન માટેના પ્રયાસો કરી રહ્યા હતા. જેમાં ગઈકાલે પાટીદારોની છ સંસ્થાના આગેવાનોએ અમદાવાદમાં બેઠક કર્યા બાદ સરકારના ત્રણ મંત્રીઓ સાથે ચર્ચાઓ કરી હતી પરંતુ તેમાં કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું. બીજી બાજુ પાટીદાર સંસ્થાના પ્રતિનિધિ અને હાર્દિકના ઉપાસના મુદ્દે મધ્યસ્થી બનેલા સી.કે પટેલ સામે પાસના આગેવાનો અને ખુદ હાર્દિક પટેલે વિરોધ વ્યક્ત કર્યો હતો.

પરિણામે સરકાર સાથેની વાટાઘાટોમાં સી.કે.પટેલ ને દૂર રાખવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે સમાધાન કરાવવા માટે ખોડલધામના નરેશ પટેલને મધ્યસ્થી બનાવવામાં આવે તે દિશામાં સરકાર અને પાસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કેમકે પાટીદાર અનામત અંદોલન સમિતિ અને સરકાર પણ નરેશ પટેલને એક વગદાર અને નિષ્પક્ષ આગેવાન માને છે.

X
Hardik-government in the name of an intermediary between khodaldham Naresh Patel
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App