સુપ્રીમમાં કલમ 377 લઈને સરકાર અસમંજસમાં છે, ત્યારે આવા જોડાઓને લગ્નના બંધને બંધાવે છે આ ગુજરાતી યુવતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: બંધારણની કલમ 377 અંતર્ગત સમલૈંગિકતાને ગુનો માનવામાં આવે છે. તેને લઈને સુપ્રીમ કોર્ટમાં 3 દિવસથી સુનાવણી કરવામાં આવી રહી છે. IPCની કલમ 377માં બે સમલૈંગિક વયસ્કો વચ્ચે સહમતિથી શારીરિક સંબંધોને ગુનો માનવામાં આવે છે અને સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતા મામલે સુનાવણી ટાળવાના કેન્દ્ર સરકારના આગ્રહને સોમવારે નકારી દીધો હતો. ત્યારે મૂળ અમદાવાદની અને હાલ મુંબઈ રહેતી 24 વર્ષીય યુવતી ઉર્વી શાહે ભારતમાં એક અનોખું મેરેજ બ્યુરો શરૂ કર્યુ છે. www.arrangedgaymarriage.com દ્વારા તે ગે, લેસ્બિયન ગર્લ અને ટ્રાન્સજેન્ડર એમ દરેક પ્રકારના સજાતીય જોડાઓને લગ્નના બંધને બાંધવાનું કાર્ય ચલાવી રહી છે.


કોણ છે ઉર્વી શાહ?


24 વર્ષીય યુવતી ઉર્વી શાહે સંસ્કૃતિ અને પ્રેમના સમન્વયમાં માને છે અને તેના આ જ વિચારોએ તેના સપનાંને પુરા કરવામાં મદદ કરી છે. અત્યાર સુધી ઉર્વીએ 26થી વધુ અનોખા લગ્ન કરાવ્યા છે. ઉર્વીના પિતા એક ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે. મૂળ ગુજરાતી ઉર્વીએ ભારતમાં પહેલીવાર અરેન્જ્ડ ગે મેરેજ (એજીએમ) બ્યુરોની શરૂઆત કરી હતી. સામાન્ય રીતે ઇન્ડિયન અરેન્જ મેરેજના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આ બ્યુરોની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગે કે લેસ્બિયન કપલ ભારતીય રીતિ-રિવાજથી લગ્ન કરવા ઇચ્છતા હોય તેઓના માટે એજીએમ વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે.


રાજવી માનવેન્દ્રસિંહ બ્રાન્ડ એમ્બેસેડર


આ મેરેજ બ્યુરોમાં કોઇ સામાન્ય લોકો નહીં પરંતુ ડોક્ટર, ઇજનેર અને મલ્ટિનેશનલ કંપનીના ડાયરેકટર સુધીના લોકોએ પોતાના માટે પાત્ર શોધવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે માટે હાલ ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ઇન્કવાયરી આવી રહી છે. વિદેશી ગે, લેસ્બિયન ક્લબની પ્રાથમિકતા ભારતીય પાત્ર શોધવાની વધુ હોવાથી હાલ વિદેશી ઇન્કવાયરી ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે. આ મેરેજ બ્યુરો અને આવા પાત્રો માટે રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરે છે.


કેવી રીતે આવ્યો વિચાર?


ઉર્વી શાહે divyabhaskar.comને જણાવ્યું હતું કે, તે EDI મેનેજમેન્ટમાંથી ડેવલપમેન્ટ સ્ટડીનો અભ્યાસ કરતી હતી. તે સમયે તેની સાથે ઘણા એનજીઓ પણ જોડાયા હતા. આ સમયે માનવેન્દ્રસિંહ સાથે તેમનો સંપર્ક થયો હતો અને તેમણે બેનહન સેમસન નામના વ્યક્તિનો પરિચય કરાવ્યો હતો. જે સેરોગસી સેલસેડ માટે કામ કરતા હતા. ત્યાર બાદ તેઓ ગે અને લેસ્બિયન માટે અમેરિકામાં મેરેજ બ્યુરો ચલાવતા હોવાની જાણ થઇ અને મને પણ આ લોકોની મદદ કરવાની ઇચ્છા થઇ હતી. જેથી મેં આ કામ શરૂ કર્યું હતું.

 

આગળની સ્લાઇડ્સ સુપ્રીમમાં જેની સુનાવણી થાય છે એ આર્ટિકલ 377માં શું છે?