યુ ટ્યૂબ એકા. હેક કરવાના આરોપસર ગુજરાતી ફિલ્મ કલાકારની અટકાયત

સાયબર ક્રાઈમે ગુજરાતી એક્ટર રોહિત કળથીયાની અટકાયત કરી છે
સાયબર ક્રાઈમે ગુજરાતી એક્ટર રોહિત કળથીયાની અટકાયત કરી છે

divyabhaskar.com

Sep 15, 2018, 02:17 AM IST

અમદાવાદ: રાજ્યમાં નોંધાઈ રહેલા સાઈબર ક્રાઈમને લગતા ગુનાઓ પૈકી યૂ ટ્યૂબ ચેનલ હેક કરી વિવર્સ થકી 800 ડોલરનો આર્થિક લાભ મેળવનારા આગામી ગુજરાતી ફિલ્મના અભિનેતાને સાઈબર ક્રાઈમની ટીમે ટેક્નિકલ પુરાવાઓ એકત્ર કરી ગુનેગાર ઠેરવી ઝડપી લીધો હતો. સામાન્ય રીતે યૂ ટ્યૂબ ચેનલને હેક કરવાના બનાવો ડિટેક્ટ કરવામાં ધારી સફળતા મળતી નથી.પરંતુ અમદાવાદ સાઈબર ક્રાઈમે રાજ્યમાં પ્રથમવાર યૂ ટ્યૂબ ચેનલ હેક કરવાના ગુનામાં આરોપીની ધરપકડ કરી છે.

ગુનેગારે અન્ય આઇડી બનાવી બેંક એકાઉન્ટ અને પાસવર્ડ બદલી નાખી છેતરપિંડી આચરી હતી

રાજુભાઈ ભરવાડે ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેમનો ન્યૂ શ્યામ ઓડિયો નામનો યૂ ટ્યૂબ પર મૂકેલો વીડિયો કોઈએ યૂ ટ્યૂબ હેક કરી તેમના ઓફિશિયલ આઈડી હેક કરી આર્થિક લાભ મેળવવા માટે એસબીઆઈ બેંકનો એકાઉન્ટ નંબર તથા પિનનંબર બદલી નાખી છેતરપિંડી કરી છે. સાઈબર ક્રાઈમમાં ફરિયાદ ના આધારે સાઇબર ક્રાઇમે આગામી ફિલ્મ ઘ ગેસ્ટ હાઉસના એક્ટર રોહિત કળથિયાને ઝડપી લીધો હતી.


સાઈબર ક્રાઈમના ઈન્ચાર્જ એસીપી જેએસ ગેડમે જણાવ્યું હતું કે, યૂ ટ્યૂબ હેકિંગ કરવાનો ગુનો ડિટેક્ટ કરવામાં આવી હોય તેવી રાજ્યની આ પ્રથમ ઘટના છે, જેનો શ્રેય અમદાવાદ સાઈબર ક્રાઈમની ટીમને જાય છે.

ફેક ઈન્સટાગ્રામ બનાવનાર રાજસ્થાનના યુવક સામે ફરિયાદ


અમદાવાદમાં રહેતી એક યુવતિના નામથી ફેક ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ બનાવી તેની મોટી બહેન વિશે ખરાબ બાબતો લખી તેની મોટી બહેનની જેની સાથે સગાઈ થવાની નકકી છે તે યુવકને મોકલાઇ હતી. આ અંગે યુવતિએ સાયબર ક્રાઈમમાં રાજસ્થાનના રાજસમંદના રહેવાસી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મોનિકા કનોજીયા નામના ઈન્સટ્રાગ્રામ એકાઉન્ટ થી તેની મોટીબહેનના જેની સાથે સગાઈ કરવાની નકકી છે, તે મુંબઈમાં રહેતાં નિખિલને ખોટા મેસેજ મોકલાતા હતાં.

સ્ત્રી મિત્રને બદનામ કરવા યુવકે FB પર બિભસ્ત મેસેજ વાઇરલ કર્યાં

પોતાની સ્ત્રીમિત્રએ અન્ય યુવાન સાથે લગ્ન કરી લેતા ઉશ્કેરાયેલા યુવાને તેનો ફોટો લઈ ફેસબુક પર તેના ફોટા ઉપર બિભત્સ મેસેજ લખી વાયરલ કરી દીધો હતો. આ અંગે મહિલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતા પોલીસે ટેકનીકલ પુરાવા એકત્ર કરી આરોપીને શોધી તેની ધરપકડ કરી હતી. આરોપી મહેશકુમારે કબુલ્યુ હતું કે, તેને ફરિયાદી અને મહિલા લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા. દરમિયાન ફરિયાદી મહિલાએ અન્ય સાથે લગ્ન કરી લેતા તેણે ગુસ્સામાં આવીને મહિલાને બદનામ કરવાના ઈરાદે પોતાના ફેસબુક આઈડી મહેશ પરમાર પર મહિલાનો ફોટો અપલોડ કરીને ફોટાના ઉપરના ભાગે બિભત્સ મેસેજ લખી સોશીયલ મીડીયામાં વાયરલ કર્યો હતો.

(મંત્રી વિભાવરીબેનના પતિના અંતિમ સંસ્કાર: CM, પ્રદેશ પ્રમુખ ન આવ્યા!)

X
સાયબર ક્રાઈમે ગુજરાતી એક્ટર રોહિત કળથીયાની અટકાયત કરી છેસાયબર ક્રાઈમે ગુજરાતી એક્ટર રોહિત કળથીયાની અટકાયત કરી છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી