અકસ્માત / ગુજરાત માટે વસંત પંચમી ગોઝારી: અલગ-અલગ અકસ્માતમાં 30ના મોત

DivyaBhaskar.com | Updated - Feb 11, 2019, 03:13 PM
Gujarat samachar 30 People died in road accident in gujarat
X
Gujarat samachar 30 People died in road accident in gujarat

  • વીરપુરના લીંબોડા પાસે જાનૈયા ભરેલો ટેમ્પો પલટતા 4ના મોત
  • માંગરોળ-પોરબંદર રોડ પર કાર પલટી જતા 4ના મોત
  • પાલનપુરથી અંબાજી જતી પેસેન્જર જીપ-કાર વચ્ચેની ટક્કરમાં બેના મોત

અમદાવાદ: ગુજરાતમાં વસંત પંચમીના દિવસે અલગ-અલગ અકસ્માતમાં કુલ 30 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં સૌથી વધુ લગ્ન પ્રસંગે જતા લોકોને કાળ ભરખી ગયો હતો. મહિસાગરના વીરપુર લીંબોડા પાસે જાનૈયા ભરેલો ટેમ્પો પલટી મારતા 4ના મોત થયા હતા. તો બીજી તરફ માંગરોળમાં બહેનનાં લગ્ન લેવાનાં ગણતરીનાં કલાક પહેલા જ કાર પલટી જતા ભાઈ સહિત 4 લોકોના મોત થયા હતા.

લગ્ન પ્રસંગે જતા લોકોને કાળ ભરખી ગયો

1.માંગરોળ-પોરબંદર હાઈવે પર કાર પલટી જતા 4ના મોત નીપજ્યા હતા. લગ્ન પ્રસંગે ભેગા થયેલા મિત્રો મોડી રાત્રે ચા, નાસ્તો કરવા જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
2.સુરેન્દ્રનગરમાં જાનૈયાથી ભરેલો ટેમ્પો પલટી જતા 4ના મોત
3.મહિસાગરના વીરપુરના લીંબોડા પાસે જાનૈયા ભરેલો ટેમ્પો પલટતા 4ના મોત ત્યારે 30ને ઈજાઓ થઈ હતી. લગ્નની ખુશીનો માહોલ માતમાં ફેરવાયો

વડગામમાં જીપ-કાર વચ્ચે અકસ્માત

1.વડગામ ધોરી પાવઠી નજીક પાલનપુરથી અંબાજી જતી પેસેન્જર જીપ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત જ્યારે 6ને ઈજા
2.વાસંદા વઘઈ રોડ પર વળાંકમાં પુરપાટ ઝડપે બાઈક ઝાડ સાથે ટકરાતા બાઈકસવાર બેના મોત
3.મરોલી ચાર રસ્તા નજીક બસ ચાલકે સામેથી આવતી બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત
4.ભાવનગર-રાજકોટ હાઈવે પરથી ટ્રકની અડફેટે અમરેલીના યુવકનું મોત

સૌથી વધારે બાઈક અકસ્માત

1.પલસાણામાં હાઈવે ક્રોસ કરતા એક ટેમ્પોએ બાઈકને અડફેટે લેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીનું મોત
2.વડગામના મેગાળ ગામ પાસે કાર અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માતમાં કારચાલકનું મોત
3.મોડાસાના ટીંટોઇ -કુશ્કી રોડ પર કાર ચાલકે મોટર સાયકલને ટક્કર મારતાં ચાલકનું સારવાર દરમિયાન મોત
4.મોડાસાના ટીંટોઇ -કુશ્કી રોડ પર કાર ચાલકે મોટર સાયકલને ટક્કર મારતાં ચાલકનું સારવાર દરમિયાન મોત

વડોદરામાં ટ્રકે ઉભી રહેલી કારને પાછળથી ટક્કર મારી

1.ડભોઈ-શિનોઈ માર્ગ પર કાર ઝાડ સાથે ભટકાતાં આધેડનું મોત, 4 ગંભીર
2.ડભોઈ-શિનોઈ માર્ગ પર કાર ઝાડ સાથે ભટકાતાં આધેડનું મોત, 4 ગંભીર
3.દાહોદમાં બેફામ જીપ દ્વારા સર્જાયેલા અકસ્માતમાં 1નું મોત, 2 ઘાયલ
4.સુરતના ડિંડોલીમાં અજાણ્યા બાઈકસવારે વૃદ્ધને અડફેટેમાં લેતા મોત

અમદાવાદમાં એક્ટિવા સ્લીપ થતા યુવકનું મોત

1.સોનગઢના ગાળકુવા ગામની સીમમાં અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું મોત
2.પલસાણાના વાંકાનેડા ગામ પાસે બાઈક સ્લીપ થતા આધેડનું મોત
3.અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પર એક્ટિવા સ્લીપ થતા યુવકનું સારવાર દરમિયાન મોત
4.વઢવાણ-લીંબડી રોડ પર બાઇક ખાડામાં પડતાં એકનું મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App