નવી તારીખઃ લોકરક્ષક દળની પરીક્ષા 6 જાન્યુ.એ, ટૂંક સમયમાં કોલ લેટર અપાશે

ઉમેદવારોને જવા-આવવા એસ.ટી બસમાં વિનામૂલ્યે   મુસાફરીની સુવિધા પણ આપવામાં આવશે (ફાઇલ તસવીર)
ઉમેદવારોને જવા-આવવા એસ.ટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા પણ આપવામાં આવશે (ફાઇલ તસવીર)

divyabhaskar.com

Dec 06, 2018, 04:36 PM IST

અમદાવાદઃ 2 ડિસેમ્બરના રોજ પેપર લીક થવાને કારણે રદ થયેલી લોકરક્ષક દળની પરીક્ષા હવે 6 જાન્યુઆરીના રોજ યોજાશે. તેમજ લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી પરીક્ષાર્થીઓને નવા કોલ લેટર્સ ટૂંક સમયમાં ઇસ્યુ કરાશે. આ અંગે રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જણાવ્યું કે, લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા 6 જાન્યુઆરીએ લેવાશે. તેમજ ઉમેદવારોને પરીક્ષા આપવા માટે જવા-આવવા એસ.ટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા પણ અપાશે.

(LRD પેપર લીક: CM ઈચ્છતા હતા કે પરીક્ષા લેવાય પણ વિકાસ સહાયે કડક નિર્ણય લીધો)

પરીક્ષા રદ થતાં રાજ્યભરના 8.75 લાખ ઉમેદવારોને મુશ્કેલીમાં મુકાયા હતા


ઉલ્લેખનીય છે કે, આ પહેલા પરીક્ષા રદ થતાં રાજ્યભરના 8.75 લાખ ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને પરીક્ષા સ્થળે આવવા-જવાનો બિનજરૂરી ખર્ચ પણ ભોગવવો પડયો હતો.

X
ઉમેદવારોને જવા-આવવા એસ.ટી બસમાં વિનામૂલ્યે   મુસાફરીની સુવિધા પણ આપવામાં આવશે (ફાઇલ તસવીર)ઉમેદવારોને જવા-આવવા એસ.ટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા પણ આપવામાં આવશે (ફાઇલ તસવીર)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી