ટકોર / સ્વાઈન ફ્લૂને અટકાવવા માટે સરકાર નક્કર યોજના રજૂ કરે, માત્ર આંકડા નહીં: હાઇકોર્ટ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા
  • સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂથી સૌથી વધુ મોત
  • સિવિલમાં દર્દીઓને કઈ રીતે સારવાર અપાય છે તેનો રિપોર્ટ રજૂ કરવા આદેશ

DivyaBhaskar.com

Feb 13, 2019, 01:27 AM IST

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યમાં વકરી રહેલા સ્વાઈન ફલૂને નાથવા શું આયોજન છે તેની સ્પષ્ટતા કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે રાજ્ય સરકાર પાસે માગી છે. માત્ર આંકડા નહીં પણ લેબોરેટરીમાં તપાસ બાદ કેટલી ઝડપથી સારવાર આપો છો તે સહિતની નક્કર યોજના સ્પષ્ટ કરવા પણ હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો છે. સરકારે તે શ્રેષ્ઠ સારવાર આપતી હોવાનો દાવો કર્યો છે. 

1. સ્વાઈન ફ્લૂ રાઈઝિંગ ટ્રેન્ડ: હેલ્થ કમિશનર
રાજ્યના હેલ્થ કમિશનર જયંતી રવિએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે 559 કેસ નોંધાયા છે. સ્વાઈન ફ્લૂ એક રાઈઝિંગ ટ્રેન્ડ છે. જે એક સપ્તાહ સુધી ચાલે તેવી શક્યતા છે. આગામી સપ્તાહમાં હજૂ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.
2. ખાનગી હોસ્પિટલને પૈસા કમાવામાં રસ: ગુજરાત હાઈકોર્ટ
સ્વાઈન ફ્લૂને રોકવા માટે રાજ્ય સરકાર શુ કામગીરી કરી રહી છે તેનો પણ રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટ રાજ્ય સરકારને આદેશ કર્યા છે. વધુમા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની કઈ રીતે સારવાર થઈ રહી છે અને તેમાં ક્યા-ક્યા ઉપકરણોમો ઉપયોગ થઈ રહ્યો છે. તેનો પણ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ દરમિયાન હાઈકોર્ટે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલને માત્ર પૈસા કમાવામાં જ રસ છે.
3. સરકાર પાસે ડોક્ટરોની સંખ્યા ઓછી છે તો તે કઈ રીતે મેનેજ કરે છે?
એડવોકેટ કે.આર.કોષ્ટી દ્વારા થયેલી રિટમાં મંગળવારે હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે તમામ જિલ્લામાં સ્વાઇન ફ્લૂની તપાસ માટે લેબ સહિતનની સુવિધાઓ છે કે નહી? કેટલા દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા? દર્દીઓની વર્તમાન સ્થિતિ શું છે? સહિતની વિગતો માગી હતી. અંતરિયાળ વિસ્તારમાં લોકોને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા હોવી જોઇએ તેવી ટકોર હાઇકોર્ટની બેંચે કરી હતી. હાઇકોર્ટે એવી પણ સ્પષ્ટતા માગી હતી કે, સરકાર પાસે ડોક્ટરોની સંખ્યા ઓછી છે તો તે કઈ રીતે મેનેજ કરે છે?  એડિશનલ એડવોકેટ જનરલ પ્રકાશ જાનીએ જણાવ્યું કે, તમામ શહેરોમાં સ્વાઇન ફ્લૂની સારવારની તેમજ લેબોરેટરી ટેસ્ટની પૂરતી સુવિધા ઉપલબ્ધ છે. એટલું નહી પણ દુનિયામાં શ્રેષ્ઠ કહી શકાય તેવી સારવાર આપવામાં આવે છે.
4. અગાઉ સ્વાઈન ફલૂનો ભોગ બનેલાના ઘરે સરવે થશે
શહેરમાં સ્વાઈન ફ્લૂ વકરતાં મેયરે હેલ્થ અને સોલિડ વેસ્ટના અધિકારીઓ, મ્યુનિ. હોસ્પિટલોના સુપરિન્ટેન્ડન્ટ સાથે બેઠક કરી હતી. મેયરે ભૂતકાળમાં સ્વાઈન ફ્લૂનો ભોગ બનેલા દર્દીઓના ઘરે જઈ સરવે કરવાની તાકીદ કરી હતી.  આ માટે અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓને કામે લગાવાયા હોવાનું તેમણે જણાવ્યું હતું. હાઇકોર્ટની ઝાટકણી પછી મંગળવારે ફરી એકવાર મેયરે  બેઠક યોજી સૂચનો કર્યા હતા. હેલ્થ વિભાગના આંકડા પ્રમાણે સ્વાઇન ફ્લૂનો સૌથી વધુ કહેર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં છે.  ત્યાર બાદ ઉત્તર અને પૂર્વ ઝોનનો વારો આવે છે. 8 મૃતકોમાં બે વસ્ત્રાલના હતા.
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 84 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 46 દર્દી હતા.  ત્યાર બાદ પૂર્વમાં 70 અને ઉત્તર ઝોનમાં 74 વ્યક્તિઓને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યભરમાં જાન્યુઆરીથી અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના 1463 કેસ અને 55 મોત નોંધાયા છે. મૃત્યુ દર 3.57 છે. રાજ્યમાં કુલ કેસ પૈકી 32 ટકા કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. દિલ્હીની ટીમના ડો. અંકુર ગર્ગએ કહ્યું કે ગુજરાતાં સિઝનલ ફ્લૂના કેસની સંખ્યામાં વધારો સિઝનના કારણે હોઇ શકે છે. શિયાળા-ચોમાસામાં આ કેસ વધતા હોય છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી