નારાજગી / મહાભિયોગ કરતાં પણ મંત્રી ચુડાસમાના આક્ષેપોથી મારી ગરિમા વધુ ઝંખવાઈ છે, છતાં કેસ નોટ બીફોર મી નહીં કરું: જસ્ટિસ ઉપાધ્યાય

gujarat high court judge unhappy with education minister bhupendra singh chudasama
X
gujarat high court judge unhappy with education minister bhupendra singh chudasama

  • ભૂપેન્દ્રસિંહની જીતને પડકારતી અરજીનો કેસ ચલાવવા મામલે જજ નારાજ 
  • 'શું તમે ચીફ જસ્ટિસને રજૂઆત કરીને આ મેટર અન્ય બેન્ચ સમક્ષ મુકવા રજૂઆત કરવા માંગો છો?'
  • 'નક્કી કરી લો, હું આ મેટરને નોટ બિફોર મી નહીં કરું' 

divyabhaskar.com

Feb 13, 2019, 09:09 AM IST
અમદાવાદઃ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી એફિડેવિટને લઈ હાઈકોર્ટના જજ પરેશ ઉપાધ્યાય નારાજ થયા છે.જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે કહ્યું કે, હું પાર્લામેન્ટ સામે મહાભિયોગનો સામનો કરવામાં ઓછો અપમાનિત થઈશ. પરંતુ જો કોઈ એવો આક્ષેપ કરે કે કોર્ટ કોઈની પાછળ કામ કરે છે તો ચલાવી લેવાશે નહીં. જજ પરેશ ઉપાધ્યાયે ભૂપેન્દ્રસિંહના વકીલ ચિત્રજીત ઉપાધ્યાયને કહ્યું કે, શું તમે ચીફ જસ્ટિસને રજૂઆત કરીને આ મેટર અન્ય બેન્ચ સમક્ષ મુકવા રજૂઆત કરવા માંગો છો? આ કોર્ટમાં પુરી પારદર્શિતાથી કાર્યવાહી થાય છે. તેની બધાને ખબર છે, કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, નક્કી કરી લો. હું આ મેટરને નોટ બિફોર મી નહીં કરું. 

જો ભૂપેન્દ્રસિંહ વિરૂદ્ધ ચુકાદો આવશે તો મંત્રીપદ જઈ શકે છે

ભૂપેન્દ્રસિંહની જીતને પડકારતી અરજી થઈ છે
1.વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી ભૂપેન્દ્રસિંહની 327 મતે જીત થઈ હતી. ત્યાર બાદ તેની સામે લડેલા કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે તેમની જીતને હાઈકોર્ટમાં પડકારી છે. અશ્વિન રાઠોડે દાવો કર્યો છે કે, મત ગણતરીમાં કરાયેલી અનિયમિતતાને કારણે જ ભૂપેન્દ્રસિંહ જીત્યા છે. પોતાની અરજીમાં રાઠોડે કહ્યું છે કે, પોસ્ટલ બેલેટ પેપર દ્વારા કરવામાં આવેલા 429 મતોને રિટર્નિંગ ઓફિસરે ગેરકાયદે રીતે ફગાવી દીધા હતા. 
સુપ્રીમનો ભૂપેન્દ્રસિંહની જીતને પડકારતી અરજી રદ કરવા ઈન્કાર
2.11 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે ભૂપેન્દ્રસિંહની જીતને પડકારતી અરજી રદ કરવાનો ઈન્કાર કર્યા બાદ આ કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલે કોર્ટ મતગણતરી સમયના વીડિયો રેકોર્ડિંગની પણ તપાસ કરશે. વિધાનસભા 2017ની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહની થયેલી જીતને પડકારતી અરજી થઈ છે. જો ભૂપેન્દ્રસિંહની હાર થઈ તો મંત્રીપદ પણ જોખમમાં મૂકાય શકે છે. 
જસ્ટિસ પર આક્ષેપો કરનારાનો કેસ ન લડી શકું કહી શાલિન મહેતા ચુડાસમાના વકીલ તરીકેથી ખસી ગયા
3.આ કેસમાં જ્યારે હાઈકોર્ટના જસ્ટિસ સામે સુપ્રીમ કોર્ટ સમક્ષ એફિડેવિટ સાથે આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તરફે  સિનિયર એડવોકેટ શાલિન મહેતાએ તેઓ આ પ્રકારે આક્ષેપ કરનારા અરજદાર તરફે તેઓ વકીલાત કરી શકે નહિ તેવી ટકોર કરી તેમણે સિનિયર એડવોકેટ તરીકે આ કેસમાંથી પોતે ખસી જતાં હોવાની કોર્ટમાં જ જાણ કરી હતી.
અશ્વિન રાઠોડે ચુડાસમાની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી
4.વિધાનસભાની ચૂંટણી બાદ 18મી ડિસેમ્બર 2017એ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર ચુડાસમાને 327 મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરાયા હતા. જોકે આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં આવી ન હોવાનો વિવાદ ઊભો થયો હતો. આથી અશ્વિન રાઠોડે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, 429 જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. જોકે તેને બાજુએ મૂકીને ઇવીએમની ગણતરી કરી દેવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી