Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » gujarat government try to stop hardik patel indefinite fast movement

હા કરી લો ધરપકડ હું જેલમાં જ આમરણાંત ઉપવાસ કરીશ: હાર્દિક પટેલ

Divyabhaskar.com | Updated - Jul 09, 2018, 06:55 PM

હાર્દિકની આમરણાંત ઉપવાસની જાહેરાતને એટેમ્પ ટૂ સુસાઈડ(આત્મ હત્યાનો પ્રયાસ)ગણાવી શકે છે

  • gujarat government try to stop hardik patel indefinite fast movement
    હાર્દિકની ક્યારે ધરપકડ કરવી તે અંગે રાજ્ય સરકાર કેન્દ્રીય મોવડી મંડળનું માર્ગદર્શન મેળવી રહ્યું છે

    અમદાવાદઃ 8 જુલાઈના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે પાટીદારોને અનામત આપવાના મુદ્દે 25 ઓગસ્ટથી અમદાવાદમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની ઘોષણા કરી છે. ગુજરાત સરકારે આ આંદોલનને લઈ પ્લાન ઘડ્યો છે. રાજ્ય સરકાર હાર્દિકના આમરણાત ઉપવાસને અટકાવવા જઈ રહી છે. આ માટે સરકાર કાયદાકીય સલાહ પણ લઈ રહી છે. સરકારની આ રણનીતિ સામે હાર્દિક પટેલે પોતાના ઓફિશિયલ FB પેજ પરથી હુંકાર કરતા લખ્યું કે હા કરી લો ધરપકડ હું જેલમાં રહીને પાટીદારોને અનામત મળે તે માટે જેલમાં જ આમરણાંત ઉપવાસ કરીશ.

    ઉપવાસ આંદોલનને ગણાવી શકે છે આત્મહત્યાનો પ્રયાસ

    માત્ર એટલું જ નહીં, રાજ્ય સરકાર હાર્દિકની આમરણાંત ઉપવાસની જાહેરાતને એટેમ્પ ટૂ સુસાઈડ(આત્મ હત્યાનો પ્રયાસ)ગણાવી શકે છે. જે મુજબ હાર્દિક પટેલ સામે 309 મુજબ ગુનો નોંધાઇ શકે છે. આ ગુના હેઠળ એક વરસની સજા અને આર્થિક દંડ અથવા બંનેની જોગવાઈ છે. તેમજ હાર્દિકની ક્યારે ધરપકડ કરવી તે અંગે રાજ્ય સરકાર કેન્દ્રીય મોવડી મંડળનું માર્ગદર્શન મેળવી રહ્યું છે.


    (હાર્દિકના અનામત આંદોલનમાં નહીં જોડાય જીજ્ઞેશ મેવાણી કે અલ્પેશ ઠાકોર)

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ